________________
૧૩૫
પુદ્ગલમાં પેસી જાય છે. એ તો કહે છે કે અનેકાંતવાદની રૂએ સદસત્ કાર્યવાદ અમે માનીએ છીએ તેથી ઉત્પન્ન થનાર કાર્યની સત્તા એના ઉપાદાન કારણમાં કથંચિત્ પડેલી છે જ. એ હિસાબે જીવના શ્રદ્ધાન-જ્ઞાનાદિ પરિણામ જીવમાં સત્તાગત છે જ, એ ગુણો પુસ્તકાદિ નિમિત્તથી આવરણ ખસીને પ્રગટ થાય છે; પણ એવું નથી કે પુસ્તકમાં જ્ઞાનગુણ હતો તે એણે આત્માને આપ્યો એવું જ કર્મથી અશુદ્ધ જીવમાં થતા રાગાદિ પરિણામ પણ કાંઇ કર્મમાંથી સંક્રમણ નથી પામતા, પરંતુ આત્મામાં એ કર્મના આધારે અવશ્ય જન્મે છે. એમ કાર્યણ વર્ગણામાં અનંતગુણ રસ વગેરે પરિણામ (પર્યાય) થઇને જે કર્મ બન્યા, ત્યાં એ રસાદિ કાંઇ જીવમાંથી સંક્રાંત નથી થયા, પરંતુ જીવના રાગાદિ પરિણામના નિમિત્તે જરૂર થયા છે. એટલે પરિણામ થવામાં એકલું ઉપાદાન કાંઇ કરી શકે નહિ; તેમ એ નિમિત્તમાંથી ઉપાદાનમાં કાંઇ સંક્રાંત થઇ શકે નહિ; કિન્તુ ઉપાદાનમાં પ્રગટતા એ પર્યાયોને નિમિત્તની અવશ્ય જરૂર પડે છે. માટે જ ઉપરની ગાથામાં ‘અખ્ખોળ નિમિત્તેન' કહ્યું ત્યાં નિમિત્તથી એમ ત્રીજી વિભક્તિ મૂકી. ત્રીજી વિભક્તિનો અર્થ કરણ, સાધન, આવશ્યક કારણ એવો થાય છે. દા.ત. ‘અગ્નિથી ભાત રાંધે છે;' એમાં રસોઇ-કાર્ય માટે અગ્નિ એ આવશ્યક કારણ છે; પરંતુ નહિ કે, ‘આવશ્યક કારણ તો એકલું ઉપાદાન છે, નિમિત્ત નહિ. નિમિત્ત તો માત્ર હાજર હોય એટલું જ.' - આવું નથી. સમયસારે નિમિત્તને સાવ હાજર કહેવું હોત તો ત્રીજી વિભક્તિ ન લગાડત. તો તો સાતમી વિભક્તિથી કહેત. અર્થાત્ ‘અળોનિમિત્તે’ એટલે કે અન્યોન્ય નિમિત્તની હાજરીમાં કાર્ય પરિણામ થાય છે એમ કહેત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org