________________
૨૮
શું સમજો છો ?
(૭) કર્મના સ્થિતિ-રસમાં ઉદ્વર્તના-અપવર્તન થાય છે. એ દ્રવ્યકર્મમાં તો ઘટે છે, પણ એકલા સ્વતંત્ર ભાવકર્મમાં કેવી રીતે ઘટાવશો ? કેમકે એમાં અપવર્તનામાં તો આત્માના પરિણામની વિશુદ્ધિના હિસાબે ઉપરની સ્થિતિના કર્મદળીયાને નીચેની સ્થિતિના દળીયાં ભેગા નાંખવાના હોય છે; તે વસ્તુ તો દળીયારૂપ દ્રવ્યકર્મમાં ઘટે; પણ ભાવકર્મમાં શી રીતે ઘટે ? તેમ,
(૮) ભાવકર્મમાં સંક્રમણની યોજના શી રીતે ઘટાવશો ? કેમ કે સંક્રમણમાં પણ પૂર્વબદ્ધ કર્મ દળિયાને વર્તમાનમાં બધ્યમાન કર્મદળિયામાં નાખવાના હોય છે એવું સંક્રમકરણ દ્રવ્યકર્મમાં તો ઘટે, પણ દ્રવ્યકર્મમાં તદ્દન નિરપેક્ષ એવા સ્વતંત્ર ભાવકર્મમાં કે રાગાદિભાવમાં ક્યાંથી સંગત થવાનું હતું? કેમકે એમાં તો દળિયાં જ હોતાં નથી. ત્યારે,
(૯) સમ્યક્ત્વ પામવા માટે જે અપૂર્વકરણ કરાય છે. તેમાં ગુણશ્રેણિ થાય છે, તે કેમ ઘટે? કેમકે ગુણશ્રેણિનો અર્થ અસંખ્યાતગુણઅસંખ્યાતગુણ કર્મદળિયાંની એવી ક્રમિક રચના છે, કે જે અપૂર્વકરણના શુભ આત્મ-પરિણામથી નીપજે છે. એ ગુણશ્રેણિ તમારા મતે કેવી રીતે ઘટાવશો ? તમારે તો ગુણશ્રેણીને ભાવકર્મની સાથે, સંબંધ છે; અને કર્મ-દલિકની રચના એ તો કર્મપુદ્ગલનો પર્યાય છે; તે સ્વતંત્ર છે. એવી દ્રવ્યકર્મની ગુણશ્રેણીના આધાર પર સમ્યક્ત્વ શી રીતે થાય? કેમ કે આત્માનો સમ્યક્ત્વ અને અપૂર્વકરણનો જે પરિણામ, તે પણ સ્વતંત્ર છે. તો એકમાં બીજું કારણ કેમ બની શકે ?
(૧૦) કર્મથી આત્મામાં વિકાર ન હોય, તો સંસાર શું ? સંસાર કોનો ? સંસાર કેમ થયો? સંસાર કેમ મીટે ? સંસાર મીટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org