________________
( ૧૯૮ )
(૧૪-ક) શ્રી વીરપ્રભુથી પ્રામાણિત ચૌદપૂર્વના રચયિતા શ્રી સુધર્મા ગણધર ભગવાન, કે જેને મિથ્યાત્વઅંધ, ઉલ્લંઠ નૂતન પંથવાળા વ્યવહારમૂઢ કહે છે એ, જુઓ કે, નિશ્ચયથી કેવો સરસ શ્રી ભગવતી સૂત્રમાં સામાયિકનો પદાર્થ બતાવે છે.
“માથા સામ િ માય સામાફિયસ બ બીજા ધર્મની જેમ, સામાયિક પણ આત્મસ્વરૂપ છે. “માત્મા સામાયિ' - આત્મા એ સામાયિક છે. માત્ર બહારથી સંસારનો ત્યાગ એ સામાયિક નહિ, કિન્તુ અંતરથી સંસાર સંબંધોથી વિરામ પામેલો આત્મા એ સામાયિકનો અર્થ છે.' નિશ્ચય સામાયિકની આ કેવી સરસ વાત શ્રી ગણધર ભગવાને કહી !
(૧૪-ખ) વળી એઓશ્રીએ જ શ્રી આચારાંગ સૂત્રના લોકસાર અધ્યયનમાં કહ્યું કે,
'जं सम्मति पासहा तं मोणंति पासहा, जं मोणंति पासहा तं सम्मति पासहा ।'
' અર્થાત્ જે સમ્યગુ દર્શન કરનારા છે તે મૌનપણે-મુનિભાવે જોનારા છે, જે મુનિભાવે જોનારા છે તે જ સમ્યફપણે જોનારા છે. તાત્પર્ય એ છે કે નિશ્ચયથી સમ્યકત્વ અમલ વિનાની શ્રદ્ધારૂપ નથી. તે અમલ પણ મુનિની બાહ્યક્રિયા નહિ, કિન્તુ આંતરિક અપ્રમત્ત મુનિભાવ લેવાનો છે. વ્યવહાર કરતાં નિશ્ચયને અહીં કેવી ઊંચી અગત્ય આપી ! ત્યારે જુઓ કે,
(૧૫) પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી સીમંધર ભગવાનની સ્તુતિ કરતાં કેવું સુંદર નિશ્ચયતત્ત્વનું સમર્થન કરે છે !
“સ્વામી સીમંધરા ! તું ભલે ધ્યાએ, આપણો આતમા જિમ પ્રગટ પાઇએ. દ્રવ્યગુણ પજવા તુઝ યથા નિરમાલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org