________________
S
૨૩૮
છતાં, એજ જીવ સંસારની ગતિઓમાં પરાધીનપણે વિવિધ દેહધારી અને દુઃખ ભોગવનારો બન્યો છે, એ તેટલી જ સત્ય હકીકત છે. એવા એવા દેહના અને બીજા સંયોગોના કારણે જ દુઃખમાં રીબાયો છે, એ પણ સાચી જ બીના છે. એટલે કહો કે પુદ્ગલના સંયોગોની ઉંડી અસર તળે એ આવ્યો જ છે. આત્મા તેવા તેવા દેહના અનુસારે જ તદાકૃતિવાળો બન્યો છે, દેહના કપાવાછૂંદાવા સાથે જ ઘોર ત્રાસ પામ્યો છે. આમ પરદ્રવ્યની ભારોભાર અસર આત્મા પર પડી છે. નવીમ મત “જીવ શુદ્ધ સ્વરૂપી, શુદ્ધ સ્વરૂપી, સ્વતંત્ર દ્રવ્ય, સ્વતંત્ર દ્રવ્ય એને પરદ્રવ્યની કોઈ જ અસર નહિ અસર નહિ...' આવું આવું ગોખાવી ગોખાવીને ભૂલાવામાં પાડી દે છે ! કેમ જાણે પૂર્વોક્ત ચારે ગતિના ભ્રમણ, વિવિધ દેહો અને એના ઉપરના ભયંકર દુઃખો એ તો બધું પુગલ ઉપર; જીવને કાંઈ લાગે-વળગે નહિ ! તેથી એ સઘળું યાદ કરવાની જરૂર જ નહિ !
નવીન મતની બીજી ભૂલ – સંસારનાં કારણ – એટલું જ નહિ પણ આગળ વધીનેય નવીન મત ક્યાં આખી ભીંત ભૂલે છે, એ જુઓ. ખરી રીતે પૂર્વે કહ્યું તેમ જીવને સંસારની ચારેય ગતિમાં કેમ ભટકવું પડ્યું? કારણ કે, આહાર, ઇન્દ્રિયના વિષયો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દના થોક, ધનમાલ, ઘર, સ્થાન, કુટુંબ, કાયા, કીર્તિ વગેરેના મમત્વ-પરિગ્રહ, નિદ્રા આરામી-આ ચારની સંજ્ઞાઓમાં એની જ વેશ્યા અને લાલસાઓમાં જીવ ખૂબ મહાલ્યો. એની પાછળ વળી ક્રોધાદિ ચાર કષાયની સંજ્ઞામાં રુલ્યો. જ્ઞાનીના નહિ પણ લોકના ધોરણે ચાલવા રૂપ લોકસંજ્ઞામાં ઘસડાયો; દશમી ઓઘસંજ્ઞામાં તણાઈ એકેન્દ્રિય જેવી સ્થિતિમાંય ભલે વ્યક્ત, હિંસા-જૂઠ-ચોરી વગેરે પાપ આચરવાનાં નહોતા, છતાં ન એ પાપોનો કોઈ તિરસ્કાર, કે ન એની કોઈ વિરતિ (ત્યાગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org