________________
( ૨૩૭
સિંહ-વાઘ-વરૂ જેવા અવતારે ! એટલે ? આહાર-વિષયપરિગ્રહની લાલસામાં ભયંકર કષાયો અને ઘોર હિંસાદિના પાપભર્યા જીવન ! તેથી મરીને પટકાયો નરકગતિમાં. નરકના ત્રાસનું તો પૂછવાનું જ શું ? કલ્પનામાં ન આવી શકે એવા ત્રાસ! પંચેન્દ્રિય જેવા પંચેન્દ્રિય સાંગોપાંગ શરીરે, ધોબીના ધોતીયાની જેમ શિલા ઉપર વારંવાર ઝીકાવા-કુટાવાનું ! અગ્નિમાં લાકડાની જેમ પટકાઈ ભડભડ બળવાનું ! શાકભાજીની જેમ છરીથી ટૂકડે-ટૂકડામાં કપાઈ મરવાનું ! કરવતથી ઊભા વહેરાવાનું ! યંત્રમાં શેરડીની જેમ પીલાવાનું ! વગેરે વગેરે દુ:ખોમાં રીબાઈ રહેવાનું તે અસંખ્ય વર્ષો સુધી ! એટલું અનહદ વેઠીને બહાર નીકળી પાછો થયો તિર્યંચ પશુ, કોઈ માછલો, મરઘો કે જયાં ચવાવા-કપાવાના અસ્લીમ દુઃખ. છતાં એ વેઠી કદાચ ઉગ્ર ક્રોધમાં ન ચઢયો તો ગયો દેવના અવતારમાં. પણ પાછો ત્યાંથી મરીને પશુ-પંખી. એટલે, એજ કષાયના દુર્ગુણો, એજ હિંસાદિ દુષ્કૃત્યોભર્યા જીવન ! જો વધુ ખસ્યો તો ઠેઠ એકેન્દ્રિયપણે પહોંચ્યો. એમ કેટલાય આંટાફેરા પછી માંડ માનવ-જીવન પામ્યો. પણ કેવું ? અનાર્ય મનુષ્ય જીવન ! કસાઈ જેવાં જીવન ! ત્યાં શું કરવાનું જડે ? એજ સંજ્ઞાઓ, એજ કષાયો, એજ હિંસાદિ ! નથી ને ક્યાંક મનુષ્ય તિર્યંચના અવતારે બહુ કષ્ટ વેઠ્યા તો દેવતાના ભવ પણ મળ્યા. પરંતુ શું કરવા ? એની એજ સંજ્ઞાદિની રમત રમવા! આમ સંસારની ચારે ગતિમાં જીવ અનંત અનંત વાર ભટક્યો.
નવીન મત ક્યાં ભૂલે છે ? - અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં એ લેવાની છે કે આ બધી વિવિધ ભવો અને દુઃખોની પરિસ્થિતિ જીવની જ થયેલી છે, જડની નહિ. એટલે, નિશ્ચયનયે સહજ સ્વરૂપે જીવ ગમે તેટલો શુદ્ધ, અરૂપી અને સુખસ્વભાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org