________________
૨૫૩
આ વસ્તુ પણ નવીન મતને અનુકૂલ નહિ. કેમ કે એ મતમાં તો બહારની ક્રિયાને આત્મા સાથે સંબંધ નથી. પાપભયાદિ લાગણીઓ નકામી છે. તેમજ બધું નિયત થયા મુજબ બન્યા જ કરે છે, ત્યાં પાપનો પશ્ચાત્તાપ કરવો નકામો છે. ત્યારે બીજું લક્ષણ જે ‘સંસારને ઘોર ભયાનક માની એના પર બહુમાન ન ધરવું', તેમાં સંસાર એટલે બાહ્ય પૌદ્ગલિક અનુકૂળ સંયોગો, મોહાંધ સ્નેહી સંબંધીઓ; બાહ્ય આહાર-વિષયપરિગ્રહ-કીર્તિ વગેરે એના પ્રત્યે હૈયાનો સદ્ભાવ નહિ. કેમ કે એ બધું આત્માને મોહ કરાવી, કષાયોમાં ૨માડી, કર્મના બંધનથી બાંધીને દુર્ગતિની કેદમાં પુરી દે છે-એવું આ અપુનબંધક જીવ સમજતો હોય છે. પણ નવીન મતીથી આવું સમજી શકાય એમ નથી. કેમ કે એમના કોરા નિશ્ચયના અને દ્રવ્યસ્વતંત્રતાના સિદ્ધાંતથી વિરુદ્ધ થા! ત્યારે ત્રીજું લક્ષણ પણ એમને જરુરી નહિ, કેમ કે એમાં તો જે બાહ્ય સઘળું ઉચિત કર્તવ્ય બજાવવાનું, તે બાહ્ય શરીરની ક્રિયા હોવાથી એમના હિસાબે જીવ દ્રવ્યને ઉપકારી નહિ! પછી શી જરૂર એની?
યોગની પૂર્વસેવા :- પણ ખરી રીતે અનાદિ અનંતા કાળથી સંસારચક્રમાં ભમી રહેલો જીવ સહજમલક્ષય અને અપુનબંધક દશાના લક્ષણો જીવનમાં (આચરણમાં) ઉતારે ત્યારે ઉંચે આવે છે. મોક્ષરુચિ જગાડવા માટે એટલું જ નહિ, પણ જેને યોગની પૂર્વસેવા કહેવાય એ પણ ખૂબ જરુરી છે. બીજા કેટલાક દર્શનવાળા ભોગાદિસુખ નિમિત્તે યમ-નિયમાદિ પૂર્વસેવા કરવાનું ઉપદેશે છે, પણ તે તો ચરમાવર્તની પૂર્વકાળેય મળે છે. તે અહીં નથી લેવાની. અહીં તો મોક્ષરુચિ નિમિત્તે પૂર્વસેવા આદરવાની છે. ‘યોગની પૂર્વસેવા' એટલે યોગ પમાડનારી ભૂમિકાની સાધના. એમાં ‘યોગ’ શબ્દનો અર્થ ‘મોક્ષ સાથે યોજી આપનાર માર્ગ' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org