________________
૨૫૨
ઔચિત્યપાલન તો ખાસ બાહ્ય કાયિક-વાચિક પ્રવૃત્તિ છે. આત્માના આંતરિક ઉદયમાં એનો કોઇ ઉપયોગ નથી, એમ નવીન મત કહે છે. ત્યારે જૈન મત તો કહે છે કે જીવ ચાહ્ય જૈન ન હોય, અજૈન હોય, તો પણ એનામાં આ દયા વગેરે ત્રણ લક્ષણ આવી શકે છે અને એ કારણે જીવ ચરમાવર્તમાં હોઇ શકે છે. તેથી જ એના આત્માની પણ તેટલા અંશે ઉન્નતિ થઇ ગણાય છે.
અપુનબંધક દશા : ૩ લક્ષણ - એટલું જ નહિ કિંતુ જૈન મત તો ત્યાં સુધી કહે છે કે હજી પણ આગળ ઉન્નતિ સાધતો જીવ ભલે જૈન મત સ્વીકારનારોન પણ બન્યો હોય છતાં એનામાં અપુનબંધક દશા' આવી શકે છે. એમાં આત્માની યોગ્યતા એટલી વધી હોય છે કે એ જીવ પર પાપકર્મના બંધન ઉત્કૃષ્ટ સ્થિતિના નથી લાગી શકતા. એ દશાના ત્રણ લક્ષણો હોય છે
૧. પાપ તીવ્ર ભાવે ન કરે. ૨. ઘોર સંસારને બહુમાને નહિ. ૩. ઉચિત સઘળું કરે.
એટલે કે, અપુનર્બંધક દશામાં ચઢવુ હોય એણે આ લક્ષણો જીવનમાં ઉતારવા જોઇએ. આ પણ બીજી ઉન્નતિની ચાવી બતાવી. ઉન્નતિ કાળના પ્રારંભિક જીવનમાં કાંઇ પાપકાર્ય સર્વથા છૂટી નહિ જાય; પરંતુ અહીં કર્તવ્ય એ છે કે કમમાં કમ પાપકાર્ય કરતી વખતે હૃદયને તીવ્રભાવ-ઉગ્રતાવાળું ન કરવું; કિંતુ ‘અરે ! ક્યાં આ કરવું પડ્યું ! શું થશે મારું !' એમ કોમળ ને ડરતું રાખવું, પાપના ડંખવાળું, પાપના પશ્ચાત્તાપવાળું રાખવું. આનો અર્થ એ કે બને એટલા બહારના મોટા પાપ કાર્ય છોડે, ને ન છૂટે એવા નાના મોટા પાપકાર્યમાં પોતાના જ આત્માનું બહુ બગડી રહ્યું છે, એનો ભય રાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org