________________
XXX
અમાન્ય નથી. માત્ર એટલું છે કે સાતમા ગુણઠાણાથી આગળ મોક્ષમાર્ગ કેવા સ્વરૂપે હોય તેનું વર્ણન સમયસારમાં કરે ત્યાં તે સાતમાવાળો તે નયની અપેક્ષાએ નીચેના વ્યવહારનય માર્ગના ગુણઠાણામાં પટકાઈ ન જાય તેથી વ્યવહા૨મૂઢતા વગેરે શબ્દથી તેની નિંદા કરે તે સ્વાભાવિક છે. શિક્ષણસંસ્થાઓમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આ રોજનો નિયમ જોવાય છે. વળી નિશ્ચય-નયની અપેક્ષાએ વ્યવહારનય અભૂતાર્થ કહેવાય તે બરાબર છે. પણ આમાં એવું ક્યાં આવ્યું કે નીચેના ગુણઠાણાવાળાનેય વ્યવહારનયમાર્ગ ઝેર સમાન છે ? તેમ તેમને પણ નિશ્ચયનયનો જ માર્ગ જોઈએ, એવું ક્યાં આવ્યું ?
શુક્લધ્યાનના બીજા પાયામાં કેવળ સંગ્રહનયની અપેક્ષાએ શુદ્ધ દ્રવ્યાત્મકનય સાપેક્ષથી આત્મામાં જ્ઞાનાદિ ગુણોનો પણ અભેદ ભાસે છે. આ સૂક્ષ્મ શબ્દનયના કોઈ ભેદની અપેક્ષાએ છે. ત્યારે છેલ્લે એવંભૂતનયના હિસાબે શૈલેશી મોક્ષમાર્ગ છે. આ નયના ઘરની વાત કરવા માટે સમયસાર ગ્રન્થ વ્યવહારના સ્વરૂપને જરાય મહત્ત્વ ન આપે, કે વ્યવહારને નકામો ગણે, એમાં ચમકવા જેવું શું છે ? શ્વેતાંબર અને દિગંબરો વચ્ચે અમુક મતભેદો હોવા છતાં બંને ય અનેકાંતવાદ ખાસ માને છે; અને તેથી જ તે તે નયની ભૂમિકામાં તેની તેની વાતો ઉપદેશે છે. પણ સોનગઢ મત કાઢનારને પૂર્વાવસ્થામાં સ્થાનકવાસી સંપ્રદાયમાં માત્ર મૂળ ૩૨ આગમ મનાતા હોવાથી આ બંનેના તેવા તેવા શાસ્ત્રોના પરિચય તેમજ ગુરુગમ મળ્યા નહિ; એટલે વિવિધ નયો, એની ભૂમિકાઓ અને એને માન્ય માર્ગો તથા પદાર્થોનો તલસ્પર્શી બોધ ક્યાંથી મળે ? પણ સમયસાર ક્યાંકથી હાથ પર ચઢી ગયો, અને એકલો તે વાંચતા તો ‘અધધ’ થઈ પડ્યું ! ‘ઞધનેન ધન પ્રાપ્ત' નિર્ધનને ધન મળ્યું, ને જેમ નાચવા-કૂદવા મંડી પડે, એમ આ સમયસાર પર જ મુસ્તાક બની માત્ર એને જ જૈન તત્ત્વ સમજી બેઠા. પછી જરા વ્યાખ્યાનશક્તિ હતી તેથી ભક્તો આકર્ષાયા. એ ભક્તો જૈનતત્ત્વોના દરીયાના સરાસર અજ્ઞાનને લીધે આમને ‘શ્રુતકેવળી’ ના બિરુદની લાણી કરવા નીકળી પડ્યા ! તેમજ એમની પરિભાષા ગોખી એના પર નાચવા મંડ્યા. ‘નિમિત્તઉપાદાન’, ‘દ્રવ્ય-ગુણ-પર્યાય', એક દ્રવ્ય બીજા દ્રવ્યને કશું કરતું નથી',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org