________________
નિમિત્તકારણતા, પુણ્યની ઉપયોગિતા, વ્યવહારની ઉપકારકતા અને પરદ્રવ્યપરતંત્રતા ઉપર યુક્તિઓ અને દાંતો
(૧) સિદ્ધ ભગવાનને સમયે સમયે જે જ્ઞાન વર્તે છે, તેમાં વિષય તરીકે જગત એ નિમિત્તકારણ છે. કેમ કે સમયે સમયે જગત જેવું પરિણમે છે, જ્ઞાનને પણ બરાબર તેવું જ પરિણમવું પડે છે; અર્થાત્ બ્રેયની વર્તનાને અનુસારે જ જ્ઞાનની વર્તના હોય છે, નહિતર જ્ઞાન ખોટું ઠરે. જ્ઞાનરૂપી કાર્યનું ઉપાદાન કારણ તો આત્મા છે, પરંતુ નિમિત્તભૂત વિષયની પણ મહાન અપેક્ષા રહી. એનું જ નામ નિમિત્ત પણ એક સચોટ કારણ છે.
(૨) સિદ્ધ અવસ્થામાં આત્માના પ્રદેશોનું અવસ્થાન છેવટના ત્યજેલ દેહના આકાર મુજબ હોય છે. અર્થાત્ મોક્ષ પામતી વખતે જો શરીર કાઉસ્સગ્નમાં ઊભું, તો મોક્ષમાં આત્મપ્રદેશો એ રીતે ઊભા; જો કાયા બેઠેલી પદ્માસને, તો આત્મપ્રદેશો પણ મોક્ષમાં તેવા આકારે હોય છે. અહીં પ્રશ્ન એ છે કે મોક્ષના આત્માના પ્રદેશોમાં જુદા જુદા આકારે અવસ્થાન થવામાં નિયામક કોણ ? કહેવું જ પડશે કે જુદા જુદા પૂર્વના દેહના આકાર એજ નિયામક, એજ નિમિત્તકારણ.
(૩) સહજ ગતિથી જેમ આત્મા મધ્યલોકમાંથી છૂટી સિદ્ધશિલા પર પહોંચ્યો, તેમ તેથી પણ આગળ ઉંચે અલોકમાં કેમ ન ગયો ? કહેવું જ પડશે કે ત્યાં ગતિ સહાયક ધર્માસ્તિકાય દ્રવ્ય નથી. આમ ગતિપર્યાયનું ઉપાદાન તો આત્મા પોતે છે, પણ ગતિમાં એને પરદ્રવ્ય ધર્મા દ્રવ્યની પરતંત્રતા સેવવી પડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org