________________
૨૦૯
બીજાને સંયમ માર્ગમાં પ્રેરણા, પોતાનાથી શક્ય એવી ઊંચી સંયમ ક્રિયા પોતે આરાધવી વગેરે વ્યવહાર માર્ગને અવશ્ય આદરે છે. તેમ ક્રિયાનો વ્યવહાર માર્ગ પણ તેનો જ સૌભાગ્યવંતો છે, તેનો જ સફલ છે કે જેનું મન સતત જ્ઞાનયોગમાં રમી રહ્યું છે. અર્થાત્ નિશ્ચયનો માનસિક ઉપયોગ અને શુભ વ્યવહારનું આચરણ બંનેની જરૂરીયાત છે.
(૩) નિશ્ચયના લક્ષ સાથેનો વ્યવહા૨માર્ગ એજ નિશ્ચયની સાધનાનું કારણ છે. માટે નિશ્ચયરૂપી કાર્યના ઇચ્છુકે વ્યવહારરૂપી કારણને આદરવું જ જોઇએ. પૂ. ઉપાધ્યાયજી મહારાજ તે કહે છે,
‘મુખ્યપણે જિમ ભાવે આણા તિમ તસ કારણ તેહ; (જિનવચનથી અંતરને ભાવિત કરવાનું કરે), કાર્ય ઇચ્છતો કારણ ઇચ્છે, એ છે શુભમતિ રેહ.’
(૪) નિશ્ચયદૃષ્ટિ વિના વ્યવહારથી કાંઇ લાભ નહિ, એ વચન ઉપર જે અજ્ઞાની એમ કહે છે કે ‘આદરશું અમે જ્ઞાનનેજી, શું કીજે પચ્ચક્ખાણ ?' એમ કરીને જે વ્રત પચ્ચક્ખાણાદિ ક્રિયા છોડી દે છે તેના માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજ લખે છે કે -
‘કિરિયા ઉત્થાપી કરીજી, છાંડી તેણે લાજ; નવિ જાણે તે ઉપજેજી કારણ વિણ વિ કાજ. નિશ્ચયનય અવલંબતાંજી, નવિ જાણે તસ મર્મ; છાંડે જે વ્યવહારનેજી લોપે તે જિનધર્મ.’ (૫) શ્રી ‘ઓનિર્યુક્તિ' શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, 'निच्छयमवलंबंता णिच्छयओ णिच्छयं अयाणंता । णासंति चरणकरणं बाहिर करणालसा केई ॥' અર્થાત્ નિર્ણયાત્મક રીતે નિશ્ચયનયને નહિ સમજતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org