________________
૨૦૮
છે; અને સમયસારે પણ નિશ્ચયની નિર્વિકલ્પ દશા ન પામેલા જીવોને વ્યવહારે ઉપદેશવા યોગ્ય કહ્યા છે. પાંચમા આરાને અંતે થનાર પૂ.શ્રી દુuસહસૂરિજી મહારાજ સુધી તીર્થ (જૈનશાસન)ની હયાતી કહી છે, તે ગચ્છવાસી મુનિઓની આચાર પરંપરા વ્યવહારમાર્ગ અને ક્રિયા પરંપરાના ઉપર જ. શુદ્ધનયની ભાવના સાથેની ગચ્છની ક્રિયાની પરંપરા એ શુદ્ધ વ્યવહાર છે. એટલે શુદ્ધનયનું લક્ષ અને શુભ વ્યવહાર, બેઉ જરૂરી છે. આ ન સમજનારો એક વર્ગ એકલા વ્યવહારમાં પડી માને છે કે “વસ્ત્રપડિલેહણાદિ ક્રિયાઓ ખૂબકરો. એથી મોક્ષ મળી જશે.' બીજો કહે છે કે “બાહ્ય ક્રિયાથી શું વળે ? આંતરિક આત્મપરિણતિ સુધારો. અર્થાત્ બહારથી ભલે દહીંથરા પુરી ખાઓ, તોય વાંધો નથી. જો અંતરમાં શુદ્ધ ભાવના છે' - આ બંનેય મોક્ષમાર્ગની મૂળ વસ્તુને એમ સમજતા નથી કે “મોક્ષ ખાલી ચીંથરા (વસ્ત્ર) ઉંચાનીચા કરવાથી મળે નહિ કે દહીંથરા જમતાં શુદ્ધ ભાવનાના દંભથી મળે નહિ, પણ જ્ઞાનયોગ મિશ્રિત ક્રિયાયોગને સાધવાથી મળે છે. અહીં પૂ. ઉપાધ્યાયજી મહારાજે શ્વેતાંબર મતમાં પણ આત્મપરિણતિ સુધારવાનું લક્ષ ભૂલી માત્ર ક્રિયાજડ બની ગયેલાને અને ક્રિયાને ફગાવી દઈ એકલા નિશ્ચય જડ બનેલાને - એમ બંનેને ચીમકી આપી છે. વળી કહે છે કે, (૨) “સદુહણા અનુમોદન કારણ ગુણથી સંયમ કિરિયા;
વ્યવહારે રહિયા તે ફરસે, જે નિશ્ચયનય દરિયા. જ્ઞાનયોગમાં જસ મન વરતે, તે કિરિયા સોભાગી.”
અર્થાતુ જે આત્માઓ ખરેખર નિશ્ચયનયના સમુદ્ર સમાન છે તે પોતાનાથી અશક્ય એવી જિનકલ્પાદિની ઉગ્ર સંયમ ચર્યા પર પૂર્ણ શ્રદ્ધા રાખવી, એ આચરનારની અનુમોદના કરવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org