________________
( ૨૦૭
કાંઈ કર્મની આપત્તિ ટળતી નથી. જેમ, ભૂખ્યા માણસની ઇચ્છા છે કે હમણાં ને હમણાં ઉંબર ફળ પાકી જાય. પણ તેવી ઇચ્છા માત્રથી કાંઈ ફલ કદીય પાકી જતું નથી. એમ આવા ઉતાવળીયાને કદી સંસારદુ:ખ ટળી મોક્ષસુખ મળતું નથી. નિસરણીએ ચઢવું પહેલેથી જ છોડી દે, એ મહેલની ઉપર શી રીતે પહોંચવાનો હતો ? એ તો વ્યવહારના ગુણને વિષે અંતરના ભાવનો લેશ પણ ભળે, તો ત્યાં શુદ્ધ નયની કરેલી ભાવના ટકી શકે. અર્થાત્ જેને એક બાજુ માનવું એમ છે કે
જીવને પુદ્ગલ સાથે કાંઈ જ નિસ્બત નથી, જીવ તો શુદ્ધ જ્ઞાનાદિ સ્વભાવવાળો છે.” અને બીજી બાજુ એવા પુદ્ગલને ત્યજી બાહ્ય આવ્યેતર તપ-ત્યાગનો વ્યવહાર આચરવાને બદલે પુગલના ઉપભોગ આચરવા છે, પુદ્ગલમાં આળોટવું છે,
ત્યાં એ જીવના શુદ્ધ સ્વભાવની માન્યતા ક્યાંથી હૃદયને સ્પર્શી ટકવાની હતી ? કેમ કે પુગલના પરિભોગમાં તો એવું થવાનું કે “આફૂસ કેરી સારી ને મીઠી અને લીંબોળી કડવી; દૂધ ગળ્યું; ને કરીયાતું કડવું; માટે દૂધ ને મીઠી કેરી સાથે પુરી ખાઉં, કડવી લીંબોળી કે કરીયાતા સાથે નહિ. સુતરાઉ રેશમી કપડાં પહેરું, ઝાડની છાલ નહિ; આલીશાન પ્રવચન મંડપમાં બેસું, ઘાસના ઝૂંપડામાં નહિ.” આવો આવો ભેદ પડવાનો, આમાં ક્યાં જીવન શુદ્ધ સ્વભાવની ભાવના બિચારી ઊભી રહે? એ તો વ્યવહારની શુદ્ધિ પર હૃદયમાં સાચી શુદ્ધનયની ભાવના સ્પર્શી શકે છે, ટકી શકે છે.
શુદ્ધ વ્યવહાર તો ગુરુનિશ્રામાં રહી મહાન સંયમ સ્વાધ્યાય પ્રતિક્રમણાદિ યોગોમાં આત્માને પરિણત કરવામાં છે. તે વિના શુદ્ધનયમાં નહિ આવી શકાય. વાત પણ સાચી છે. પ્રવચનસારમાં પણ બાહ્ય મૂલાચારને અતિ આવશ્યક ગણ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org