________________
૨૦૬
(૧)
સ્વતંત્રતાનું ધ્યાન કેવી રીતે થાય તે બતાવતાં કહે છે કે ‘શુદ્ઘનયધ્યાન તેહને સદા પરિણમે, જેહને શુદ્ધ વ્યવહાર હિયડે ૨મે; જેહ વ્યવહાર સેઢી પ્રથમ છાંડતો, એક એ આદરે આપમત માંડતાં; તાસ ઉતાવલે નવ ટળે આપદા, સુધિત ઇચ્છાએ ઉંબર ન પાચે કદા. ભાવ લવ વ્યવહાર ગુણથી ભળે, શુદ્ઘનય ભાવના તેહથી નવિ ચલે, શુદ્ધ વ્યવહાર ગુરુયોગ પરિણતપણું, તેહ વિણ શુદ્ધ નયમાં નહિ તે ગણું; શુદ્ધ વ્યવહાર છે ગચ્છ કિરિયા થિતિ, દુપ્પસહ જાવ તીરથ કહ્યું છે નીતિ, કોઈ કહે મુફ્તિ છે વીણતાં ચીંથરા, કોઈ કહે સહજ જમતાં ઘર દહીંથરા; મૂલ એ દોય તસ ભેદ જાણે નહિ, જ્ઞાન યોગે ક્રિયા સાધતાં એ સહી.'
આનો અર્થ એ છે કે, શુદ્ધ નિશ્ચયનયના હિસાબે જીવનું કર્મ શરીર વગેરે પુદ્ગલથી તદ્દન નિરાળું અને શુદ્ધ જ્ઞાનાદિ ગુણોવાળું સ્વરૂપ છે. તેનું ધ્યાન કોને પરિણમી શકે ? તો કહે છે કે જેના હૃદયમાં શુદ્ધ વ્યવહાર રમી રહ્યો છે, તેને હૈયામાં એ નિશ્ચયનયના તત્ત્વનું ધ્યાન પરિણામ પામી શકે. બાકી તો જે નૂતન પંથ કાઢનારા જેવા ‘અંતે તો વ્યવહાર છોડવાનો જ છે ને ? હેય ત્યાજ્ય જ છે ને ?' એમ કરીને વ્યવહારની નિસરણીને પહેલેથી જ છોડી દે છે અને પોતાનો સ્વતંત્ર મત માંડી સીધો શુદ્ધ નિશ્ચયનય આદરવા જાય છે, એની ઉતાવળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org