________________
( ૨પપ
-
સમજ પડે છે ત્યાં પછી એમને જ વિશેષરૂપે પૂજે છે; પણ સાથે બીજા દેવોનો તિરસ્કાર નથી કરતો. ગુરુદેવાદિ-પૂજનમાં “આદિ' શબ્દથી “દીનાદિવર્ગને દાન” લેવાનું છે. તે દાન પણ પોતાને અને પોતાના પોષ્યવર્ગને વાંધો ન આવે એ રીતે કરાય છે. એમાં પોતપોતાના સિદ્ધાન્તાનુસારી વ્રતધારી ત્યાગી સાધુઓ, દીનદુઃખી, અંધ, રોગી વગેરેને દાન કરવાનું હોય છે. કેમ કે “ઘર્ષસ્થાતિપર્વ નં =ધર્મનું પહેલું પગથીયું દાન છે. ૨. સદાચાર - યોગપૂર્વસેવાના બીજા પ્રકાર સદાચારમાં આ આ ગણાય છે - લોકનિંદાનો ભય; દીનઅનાથનો ઉદ્ધાર; કૃતજ્ઞતા; સુદાક્ષિણ્ય ખીલવવાં; કોઈની પણ નિંદા ન કરવી; સાધુપુરુષોની પ્રશંસા કરવી; આપત્તિકાળે દીન-ગરીબડા ન બનતાં ધીર બનવું; સંપત્તિકાળે નમ્રતા રાખવી; અવસરે જ બોલવું; તે પણ અવસરને યોગ્ય અને પરિમિત શબ્દોમાં બોલવું; બોલેલું પાળવું; પ્રતિજ્ઞાઓ સાચવવી; આર્ય-કુળધર્મોનું અનુસરણ કરવું; ખોટા ખર્ચ ન કરવા; યોગ્ય સ્થાને જરૂર ખર્ચવું; મુખ્ય કાર્ય સાથે મતલબ રાખવી; પ્રમાદ ન સેવવો; લોકાચારને ન લંઘવા; સર્વત્ર ઔચિત્ય જાળવવું; પ્રાણ જતાં પણ નિર્ધી પ્રવૃત્તિ ન કરવી; -ઇત્યાદિ બધા સદાચાર યોગ-પૂર્વસેવામાં પળાય છે. ૩. તપ - વળી ત્રીજું, પાપનો નાશ કરવા માટે યથાશક્તિ તપ આચરવામાં આવે છે. તપ અનેક પ્રકારના હોય છે. દા.ત. ચાન્દ્રાયણ તપ એટલે કે શુક્લપક્ષમાં એકેક કોળીયો ભોજનમાં વધારતા જાય, અને કૃષ્ણપક્ષમાં એકેક ઘટાડતા જાય;.. યાવત્ અમાવાસ્યાને દિવસે તદ્દન ભોજન બંધ હોય. એવી રીતે બીજા પણ કૃચ્છ તપ, અતિકૃચ્છ તપ, મૃત્યુંજય જપ સહિત મૃત્યુમ્ન તપ, તે તે પાપોના નાશક વિવિધ પાપસૂદન તપો. આ બધા તપ પણ પૂર્વસેવામાં આચરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org