________________
( ૨૫૬
૪. મુક્તિ વગેરે પ્રત્યે દ્વેષનો અભાવ:- યોગની પૂર્વસેવામાં ચોથું એ કરવાનું છે કે મોક્ષ, એના સાધન અને સાધક પ્રત્યેનો દ્વેષ દૂર કરી દેવો જોઇએ. મોક્ષ પ્રત્યે હજીય અનુરાગ કદાચ ન પ્રગટ્યો હોય એ બને, કિંતુ અરુચિ તો ન જ જોઇએ. ભવાભિનન્દી એટલે કે સંસારને જ બહુમાનનારો જીવ મોક્ષ, મોક્ષના સાધન અને એના સાધકો પ્રત્યે અજ્ઞાનતાવશ દ્વેષ કરનારો હોય છે. મૂઢજીવોના શાસ્ત્રોમાં પણ એવા અસપ્રલાપ આવે છે કે મીંડા જેવી શૂન્ય મુક્તિ કરતાં વૃંદાવનમાં શિયાળ થવું સારું...ઇત્યાદિ. એથી જ ચરમાવર્તમાં આવેલા તે અ-મૂઢ જીવોને ધન્ય છે કે જેમણે સંસારના મુખ્ય બીજભૂત સંસારનું બહુમાન ત્યજયું છે અને મોક્ષ, મોક્ષના ઉપાયો અને મોક્ષમાર્ગને આદરનારા પ્રત્યેનો ખાર, અરુચિ છોડી કલ્યાણભાગી બન્યા છે.
આ ચારે પ્રકારની યોગપૂર્વસેવા મોક્ષપ્રીતિને જગાવી ટકાવી શકે છે. પરંતુ નૂતન મતીને તો, જ્યાં બાહ્ય ક્રિયાને ઉપયોગી માનવામાં મિથ્યાત્વ લાગી જતું હોય ત્યાં, મહાધર્મ સર્વવિરતિ, દેશવિરતિ કે સમ્યગ્દર્શન તો શું, પણ યોગપૂર્વસેવાની ભૂમિકામાંય આવવાનું શે બને ? બાકી સંસારના ઉંડા કૂવામાંથી જીવો ઉંચે આવે છે તે પ્રાયઃ આ રીતે પૂર્વસેવા દ્વારા આવે છે.
યોગબીજ સંગ્રહ – એટલું જ નહિ, પણ આત્માની ઉન્નતિ સાધવા માટે જેને “યોગનાં બીજ' કહેવાય, એનો સંગ્રહ કરવો જરૂરી રહે છે. યોગનાં બીજ આ પ્રમાણે છે -(૧) જિન કહેતાં રાગદ્વેષાદિ સર્વદોષરહિત વીતરાગ પરમાત્માને વિષે કુશળ ચિત્ત; વારંવાર શુભ ચિંતનથી મન પરોવવું. ચિત્તની કુશળતા માટે દુન્યવી સુખની આશંસાનો ત્યાગ, અને આહારાદિ દશ સંજ્ઞાઓનો નિરોધ આવશ્યક છે; (૨) જિનને નમસ્કાર, જિનનું પૂજન-ભક્તિ વગેરે; (૩) આચાર્યાદિનો વિનય, પૂજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org