________________
૧ ૪૨
પરિણામો ક્યાંથી ઘટી શકે ?
(૫) વળી જીવ તો પૂર્વ દોષ અને નવા દોષ માટે એનું એ જ દ્રવ્ય છે. તેથી એમાં હજી કહી શકો કે પૂર્વ પૂર્વ દોષના આધારે નવા નવા દોષ જન્મે છે; પરંતુ ઉદય પામતા કર્મપુદ્ગલ એ નવા કર્મ બનનારી મૂળભૂત કાર્મણ વર્ગણાના પુદ્ગલો તો જુદાં જુદાં દ્રવ્ય છે. તે ય અનંતા અણુ દ્રવ્યોરૂપ છે; એમાં શી રીતે કાર્ય-કારણભાવ હોઈ શકે ? તમારે તો એક દ્રવ્ય બીજા જુદા દ્રવ્ય પર કાંઈ કરી શકતું નથી. તો પછી અમુક અમુક ચોક્કસ સ્વરૂપને ધરનારા નવાં કર્મ શી રીતે બની શકે ? કાર્મણ વર્ગણામાં રસ અનંત ગુણો વધવાનું, એમાંથી તે તે જ્ઞાનાવરણાદિ ભિન્ન ભિન્ન સ્વભાવના કર્મરૂપે બનવાનું, અને તેવી તેવી અમુક જ સ્થિતિ રસ નક્કી થવાનું – આ બધું શાના આધારે બને ? નિમિત્તની અસર માનનાર તો કહી શકશે કે,
જીવના કષાયના પરિણામથી કાર્પણ પુદ્ગલોમાં અનંત ગુણરસ વધી જાય છે. શું ? પુદ્ગલનો રસ જીવથી વધી જાય છે. જીવના મિથ્યાત્વાદિ ભાવોથી નવાં કર્મના સ્વભાવ-સ્થિતિ વગેરે નક્કી થાય છે.” પણ નિમિત્તની મુદ્દલ અસર ન માનનાર એવા તમે આ નહિ કહી શકો. ત્યારે કદાચ તમે જો એમ કહેવા જશો કે -
પ્ર૦ - કાર્મણ પુદ્ગલોમાંથી કર્મ બનવા માટે જીવનું શું કામ છે ? પૂર્વ કર્મના ઉદયથી કર્મના વિકારભૂત જે મિથ્યાત્વાદિ પર્યાયો થાય છે, તેથી નવાં કર્મ અને એના પ્રકૃતિ સ્થિતિરસ વગેરેનું નિર્માણ થઈ શકે ને ?
ઉ૦ - આ કથન તમારા સિદ્ધાંતથી જ ખોટું છે. કેમ કે એ પૂર્વના કર્મ પણ આ નવા બનનાર કર્મ કરતાં જુદું દ્રવ્ય છે, પદ્રવ્ય છે. પરદ્રવ્ય નવાં કામણ પુદ્ગલ ઉપર શું કરી શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org