________________
( ૨૧૪
ક્રિયા બિન જ્ઞાન નહીં કબહુ, ક્રિયા જ્ઞાન બિન નાંહી; ક્રિયા જ્ઞાન દોઈ મીલત રહત હૈ, જ્યૌ જલ રસ જલ માંહી.”
ક્રિયા વિના જ્ઞાન, જ્ઞાનના રૂપમાં રહી શકતું નથી અને જ્ઞાન વિના સાચી ક્રિયા હોઈ શકતી નથી. જેમ પાણીની સાથે જ પાણીનો સ્વાદ ભળેલો છે, તેમ જ્ઞાન અને ક્રિયા બંને સાથે મળેલા જ રહે છે. અહીં બંને સાથે ન પણ રહેવાના ત્રણ પ્રશ્ન થાય છે.
પ્ર. ૧ - સિદ્ધ ભગવાનને જ્ઞાન છે પણ ક્રિયા ક્યાં છે ?
ઉ0 - એમને કયું જ્ઞાન છે ? એમને તો રાગદ્વેષ વિનાનું સંપૂર્ણ વસ્તુ-સ્વરૂપનું જ્ઞાન છે, એને અનુરૂપ ક્રિયા સ્વરૂપ રમણતાની ક્રિયા, ઉદાસીનતાની ક્રિયા, ચોથી ઉજાગરણ દશાની ક્રિયા છે, બાકી એ સિદ્ધ થયેલા હોવાથી “આ સાધના મારે સાધ્ય છે, આ મારો માર્ગ છે' - એવું સાધનાનું જ્ઞાન એમને નથી તેથી એમને કોઈપણ સાધનાની ક્રિયા શાની હોય ?
પ્ર૦ ર - ખેર ! જૈન મુનિનો વેશ લીધેલા મિથ્યાદષ્ટિને ચારિત્રની ક્રિયા હોઈ શકે છે, પણ એને સમ્યજ્ઞાન ક્યાં છે ?
ઉ0 - મિથ્યાદષ્ટિને સમ્યક્ત્વનો પાયોજ નહિ હોવાથી વાસ્તવિક છઠ્ઠા ચારિત્ર (પ્રમત્ત વિરતિ) ગુણ સ્થાનકની ક્રિયા માની નથી. જેમ, દા.ત. ઉદાયી રાજાનું ખૂન કરવાના ઈરાદે મુનિવેશ લીધેલો વિનય રત્ન નામનો બનાવટી સાધુ, એ શું ચારિત્ર પાળનારો કહેવાય? એ તો બીજા ખૂનીઓ કરતાં ખૂનની ભૂમિકાની એક જુદી જાતની ક્રિયા કરનારો ગણાય; અને એને યોગ્ય જ્ઞાન એના દિલમાં રમતું જ હતું. એને કાંઈ ચારિત્રક્રિયા સાધનારો ગણાય જ નહિ. નહિતર તો ખૂનની ક્રિયા કરનાર ખૂનીને ઓપરેશનની ક્રિયા કરનારો અને ઓપરેશનની ક્રિયા કરનાર ડૉકટરને ખૂનની ક્રિયા કરનારો કેમ ન કહેવાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org