________________
૨૧૯
તરવાની ક્રિયા કર્યા વિના, તરવાની કળા માત્ર જાણી રાખવા જેવું, મોટા તરવૈયા તરીકેની ડંફાસ મારવા જેવું, કે તરવા ઉપર ભાષણ કરવા જેવું છે.
(૧૪) બીજે ઠેકાણે પૂજ્યશ્રી કહે છે કે ઇષ્ટ નગરે પહોંચવા માટે ઘોડે ચઢી ત્યાંનું લક્ષ્ય રાખીને જવાય છે; અને નગરે પહોંચ્યા પછી મહેલમાં ચઢવા માટે ઘોડાની જરૂર નથી રહેતી. તેથી કાંઇ એમ ન કહેવાય કે નગરે પહોંચ્યા પહેલાં રસ્તામાંથી જ ઘોડો મૂકી દેવો. એવી રીતે નિશ્ચયે પહોંચવાના લક્ષ્યથી વ્યવહારમાર્ગ આદરતાં આદરતાં નિશ્ચય મહેલમાં પહોંચાય છે. પણ તે પહેલાં જ વ્યવહાર મૂકી દેવાય નહિ. એવું કરનારની દયા ખાતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે
નિશ્ચય નવિ પામી શકે જી, પાલે નવિ વ્યવહાર; પુણ્યરહિત તે એહવાજી, તેહને કવણ આધાર.’
(૧૫) છતાં નિશ્ચયના લક્ષ વિનાના વેશધારીના કેવળ વ્યવહારને ધર્મવિરુદ્ધ કહ્યો,
‘કૈવલ લિંગ (મુનિવેશ) ધારી તણો, જે વ્યવહાર અશુદ્ધો રે. આદરીએ નવિ સર્વથા, જાણી ધર્મ વિરુદ્ધો રે.’
(૧૬) ત્યારે વ્યવહારને છાંડી નિશ્ચયની જપમાળા ગણનાર માટે કહ્યું,
નિશ્ચયધર્મ ન તેણે જાણ્યો,
જે શૈલેશી (ચૌદમા ગુણઠાણા) અંતે વખાણ્યો; ધર્મ અધર્મ તણો ક્ષયકારી, શિવસુખ દે જે ભવજલ તારી, તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે; તેહ ધરમ વ્યવહા૨ને જાણો, કારજ કારણ એક પ્રમાણો.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org