________________
૨૧૮
તણાઈ જવા દેવા માટે શુભ ક્રિયાઓ ખૂબ આદરવી જ જોઇએ. જડ અજ્ઞાનીને આ ક્રમનું જ્ઞાન નથી,આ ક્રમની ક્રિયા આદરવી નથી અને લોકોને કહેવું છે કે ગમે તેટલી ક્રિયાકષ્ટી કરો, પરંતુ ભવસ્થિતિનો પરિપાક થયા વિના તમારી ક્રિયાઓ એળે જવાની છે. ત્યારે જો એ પાકી ગઈ છે તો જ્ઞાનદશાથી જ આત્મામાં ગુણસ્થાનક સ્પર્શશે, પણ બાહ્ય કડક્રિયાથી નહિ.” આમ લોકને એ ભરમાવે છે. પરંતુ ઉપર કહ્યું તેમ નિકટમાં રહેલી શક્ય એવી તારક ક્રિયા અને એથી થતું જ્ઞાનદશાનું ક્રમિક આરોહણ આદરતો નથી. માત્ર ઉંચી જ્ઞાનદશા તરફ તાકી રહે છે. એ એવી મૂર્ખાઈ છે કે, (૧૩) “ભાજનગત ભોજન કોઉ છાંડી, દેશાંતર જિઉં દોરે;
ગહત જ્ઞાનકું કિરિયા ત્યાગી.” ઉચિત ક્રિયાને છોડી ઊંચી જ્ઞાનદશાને જે પકડવા જાય છે, તે સામે ભાણામાં આવેલા ભોજનને ત્યજી ભોજન માટે દેશાંતરે દોડનારા મૂર્ખ જેવો છે. તો એને કાંઈ ઊંચી જ્ઞાનદશા મળી ગઈ છે કે મળવાની તૈયારીમાં છે અને ત્યાગ, તપસ્યા, સામાયિક વગેરે ક્રિયાઓ જરૂરી નથી, તેમજ ભોગવિલાસની ક્રિયાઓ એના આત્મા પર કોઈ અસર નથી કરતી, એવું નથી; છતાંય ભોગવિલાસ ન ત્યજવાનું કારણ એ છે કે ત્યાગતપસ્યાદિની કષ્ટમય ક્રિયા કરવા તરફ એને કંટાળો છે, અકળામણ છે; ભોગવિલાસની ક્રિયામાં એને ટાઢક છે, ઠંડક છે. તેથી જ જ્ઞાનની વાત કોઈ કરે તો તે તેને ગમે છે; પણ કોઈ ક્રિયાના સુંદર ફળ વર્ણવી ક્રિયા સાધવાનું કહે તો એનું ત્યાં મન બગડે છે; સુખમાંથી દુ:ખમાં પડવાનું એને લાગે છે. ખરું જોતાં, ક્રિયા વિના જ્ઞાનની વાત એ લંગોટીય વિના નગ્ન શરીરે માથે પાઘડી પહેરવા જેવી વસ્તુ છે. સમુદ્રમાં પડ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org