________________
-
-
-
-
--
-
-
-
--
--
૧૦૨
સંભળાવવા જ માટે ને ? સંભળાવીને એવા આત્મઅનુભવમાં પહોંચાડવા માટે ને ? તો જીવો પાસે એ સાંભળવાનો વ્યવહાર આદરાવવા તો મુનિએ ગાથા ભણવારૂપ વ્યવહાર આદર્યો; અને તું વ્યવહાર અનુપાદેય કહે છે, નકામો કહે છે; એ કેટલું યુક્તિયુક્ત છે ?
વળી લખે છે, “આત્મદ્રવ્ય અપ્રમત્ત નથી, પ્રમત્ત નથી; - એ બે અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છું એ મારી વર્તમાન દશાથી કહું છું - આ મહામુનિનું કથન છે.” આમાં હું એટલે કોણ ? જો આત્મા કહો, તો આત્મા નિષેધ કરવા જાય તે વખતે એ પ્રમત્ત કે અપ્રમત્ત ? તેમ “નિષેધ કરવો”, “કહેવું' - એ વ્યવહાર નહિ તો બીજું શું ?
વળી મંગળાચરણમાં ‘દ્રવ્યશ્રત વચનરૂપ છે. વચનો દ્વારા આત્માને બતાવે છે. અહીં પણ વચનરૂપ વ્યવહારની જરૂરીયાત સ્વીકારી.
(૩) સમયસારની પ્રસ્તાવનામાં લખે છે “આ અનુવાદ ભવ્ય જીવોને જિનદેવે પ્રરૂપેલો આત્મશાંતિનો યથાર્થ માર્ગ બતાવો. એ મારી અંતરની ભાવના છે. અનુવાદ લખવો એ વ્યવહાર માર્ગ છે. એને આદરવાનું કરે છે એ એની ઉપયોગિતા સૂચવે છે. જિનદેવે પ્રરૂપેલા માર્ગની પ્રરૂપણા એ વ્યવહાર છે જેને પ્રભુએ જીવોની આત્મશાંતિના ઉદ્દેશથી આદર્યો; એય વ્યવહારની સાર્થકતા. અનુવાદ કની પોતાની અંતરંભાવના આ છે કે “આ અનુવાદ યથાર્થ માર્ગ બતાવો.” યથાર્થ માર્ગ નિશ્ચય માર્ગને કહે છે, “તેનું ભાન અનુવાદ વાંચનના વ્યવહારથી થાઓ' - એવી અભિલાષા સેવે છે. એ શું ? એ વ્યવહારના આધારે જ જીવો નિશ્ચયે પહોંચશે, એવી મનમાં ખાતરી ! “બધા કાંઈ શ્રી સીમંધર ભગવાન પાસે જઈ નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org