SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫૦ વ્રતથી કરે છે, તેને એના આકર્ષણ હૃદયથી ખસે છે, આમ વાસ્તવિક, પાંચમું, છઠ્ઠ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. એમાંય સ્વાધ્યાયદિના અભ્યાસથી સાચો અપ્રમત્તભાવ અને ૭મું ગુણસ્થાનક મળે છે. તો પછી શિક્ષણવર્ગની જેમ એય ધર્મક્રિયાઓ કેમ લાભકારી નહિ ? આત્મા પર રાગદશા જરૂરી કે નહિ? (૧૫) વળી જાઓ કે, આમ તો એ કહે છે કે “રાગના આલંબને કદી મોક્ષમાર્ગ હોય નહિ.” પણ પ્રવૃત્તિ આત્મચૈતન્ય ઉપરના દઢ રાગની કરે છે, કરાવે છે. શું એ પ્રવૃત્તિ સ્વવચન વિરૂદ્ધ નથી ? તો શું નવા જીવને પહેલે તબક્કે જડ જગતની પ્રત્યે તેમજ સ્વાત્મચૈતન્ય પ્રત્યે પણ વીતરાગભાવ થવાનો હતો ? ના, પહેલપહેલાં તો આત્મા તરફ આકર્ષાવું પડશે. ત્યાં દેહાદિ પર વસ્તુના આકર્ષણ મૂકીને આત્મા પ્રત્યે આકર્ષાશે, તે રાગથી. પ્રારંભે તો એવાં આકર્ષણથી જ દેહસૌંદર્ય અને દેહસ્વાથ્યના બહુ ચિંતન મૂકી આત્મભાવનામાં ને આત્મનિરીક્ષણમાં ટકશે. પછી એમાં આગળ વધતાં વધતાં ક્ષપકશ્રેણીએ રાગનેય નિર્મુલ કરી એ વીતરાગ થશે. જૈનદર્શનની ગુણસ્થાનકોની આ મુજબની પ્રક્રિયા છેઃ- દશમા ગુણઠાણાને અંતે આત્મા વીતરાગ બને છે. તે પહેલાં વીતરાગી દશાની વાતો કરવી તે વાહિયાત છે. જગત પરના મમત્વ અને રાગ મૂકીને “મારો આત્મા !” “સ્વરૂપે એ આવો સુંદર અનંતજ્ઞાન ભર્યો !” આવી આત્મા માટે મારાપણાની લાગણી થઈ તે મમત્વ છે, “આવો સુંદર અનંતજ્ઞાનભર્યો', એવી સુંદરતાની લાગણી થઈ તે રાગ છે. એ થાય તો જ આત્મા સ્વ તરફ ખેંચાયો રહી, દેહાદિ પરભાવોના મમત્વ અને રાગમાં નહિ ખેંચાય. તો જ ક્રમશઃ આત્મગુણમાં સ્થિર થઈ દેશવિરતિ-સર્વવિરતિ ભાવમાં ચઢશે, પછી અપ્રમત્તભાવમાં ચઢશે, શ્રેણી માંડશે; ત્યાં આત્મા અંગેના મમત્વ તથા રાગને વસ્તુગત્યા નાશ પમાડશે. પણ ક્રમિક વિકાસમાર્ગને છોડી “રાગના આશ્રયે મોક્ષમાર્ગ નહિ એમ માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy