________________
૪૯
એટલે ? તત્ત્વનિર્ણય; એના માટે શિક્ષણવર્ગ !! સ્વસિદ્ધાન્ત વિરૂદ્ધ કેવી આ પ્રવૃત્તિ !! તત્ત્વનિર્ણય છે કે જડનો નહિ પણ આત્મિકધર્મ છે, શું તે બહારના શિક્ષણવર્ગના વ્યવહારથી નીપજે ? જો નીપજતો હોય તો પછી પંચાચારની મહાપવિત્ર વ્યવહાર ક્રિયાથી સમ્યગ્દર્શનાદિ આત્મગુણ કેમ ન સંપજે ? ત્યારે જો ન નીપજે, તો ‘એના માટે શિક્ષણવર્ગ...' એ કહેવાનો શો અર્થ ? કહેશો કે
પ્ર. :- વ્યવહારથી કહીએ છીએ, તો ?
ઉ. :– ‘વ્યવહારથી’ એટલે શું જૂઠ કહો છો ? ખરી રીતે તત્ત્વનિર્ણય શિક્ષણવર્ગથી નથી, છતાં કહેવું પડે છે ‘તત્ત્વનિર્ણય માટે શિક્ષણવર્ગ,' એટલે જૂઠ જ ને ? જે વસ્તુ જે રીતે નથી, તેને તે રીતે કહેવી એ જૂઠ છે. જો કહો કે,
પ્ર. :– ‘જૂઠ નથી, વ્યવહારથી તે રીતે જ છે, તે જ રીતે કહીએ છીએ.'
ઉ. :– તો જૂઠ નહિ એટલે સત્ય. ‘વ્યવહારથી શિક્ષણવર્ગ કારણ છે જ, જરૂરી છે જ, માટે ભાર મૂકીને આમંત્રીએ છીએ. પાછી બધી સગવડ રાખીએ છીએ.' આમ કહો તો સ્વસિદ્ધાંત વિરોધ. અથવા, વ્યવહારથી ધર્મક્રિયાઓ પણ તેમજ જરૂરી છે. જેમ તમે સમજો છો કે શિક્ષણવર્ગમાં અભ્યાસ કરાવવાથી તત્ત્વ સમજ થતી જશે, તેથી અતત્ત્વના ગ્રહ છૂટી જશે, માટે જ તમે વર્ગ ચલાવો છો, તેવી રીતે એ અનુભવસિદ્ધ વસ્તુ છે કે ધર્મક્રિયાના બહોળા અભ્યાસથી આત્મા ગુણસ્થાનકમાં ચઢે છે અને સ્થિર થાય છે. દા.ત. આહા૨સંજ્ઞા અને રસનાની અવિરતિને તોડવા માટે જે રસત્યાગ સહિત તપસ્યાનો સારો અભ્યાસ કરે છે એને ગુલામી અને આકર્ષણ માત્ર બોલવામાં નહિ પણ વાસ્તવિક રીતે ઓછા થાય છે. તેમ આરંભ-સમારંભ-પરિગ્રહની ઓછાશનો અભ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org