________________
૩
૫૧
મોઢે બોલ્યા કરવાથી સમ્યક્ત્વ વિરતિ-અપ્રમાદ વગેરેની વાસ્તવિક સ્થિતિ તો નહિ ઊભી થાય, પણ ઉલટું આત્મગુણો અને સ્વચૈતન્યનું સાચું આકર્ષણેય નહિ રહે, અને કેવળ મહા મિથ્યાત્વ સાથે અવિરતિનું પોષણ રહ્યા કરશે.
ઉન્નત્તિનો માર્ગ ક્રમિક કે ઉડઝૂડીઓ? ટાઈફોઈડ તાવનું દષ્ટાન્ત - ત્યારે ખરી વસ્તુ અહીં એ સમજવાની છે કે કોઈપણ સ્થાને સુધારો કે ઉન્નતિ કાંઈ એકાએક પ્રાપ્ત નથી થતી, પરંતુ ક્રમસર પગથીયાં ચઢવાથી પ્રાપ્ત થાય છે. દા.ત. દીર્ધકાળના રોગીનો રોગ ધીમે ધીમે જુદી જુદી પ્રક્રિયાથી નાબુદ કરવામાં આવે છે. એવું કરનાર વૈદ સુજ્ઞ ગણાય છે. ત્યારે ઉડઝૂડીયું કરનારો વૈદ ઉંટવૈદ ગણાય છે. એથી તો રોગીનું મોત પણ નીપજે છે. ટાઈફોઈડ તાવમાં એકદમ કોઈ ઇંજેકશનો આપીને તાવ મટાડવા જાય, અગર જુલાબો આપી પેટ સાફ કરવા જાય, તો તાવ કે પેટને બદલે અવસરે પ્રાણ જ સાફ કરી નાખે છે ! નવા પંથમાં આવું વૈદું ચાલે છે. એમને એકદમ રાગનો રોગ કાઢી નાખવો છે, માટે કહે છે કે “ધર્મક્રિયાઓ એ આત્માનો મળ છે, એને હઠાવો તો નિરોગી થશો.' પણ એ અજ્ઞાનીને ખબર નથી લાગતી કે કદાચ એને મળ ગણો તોય કેટલાક મળ એવા હોય છે જે પ્રાણટકાવમાં કારણભૂત ગણાય છે. એને કાચો મળ કહે છે; અને એ કાચો મળ તોડી નાખવામાં આવે તો સાથે પ્રાણ પણ તૂટી જાય, એમ કહે છે. એટલે ટાઈફોઈડ તાવમાં અંદર રહેલા મળથી કે તાવથી આંતરડાના ક્ષત રૂઝાવા લાગે છે. એ રૂઝાતા, આરોગ્ય પ્રાપ્ત થાય છે પછી ધીમે ધીમે હળવા ખોરાક અને ઔષધ ઉપર ચઢવું પડે છે; પણ નહિ કે એકદમ પૌષ્ટિક પકવાનો અને ઊંચી રસાયણો-ભસ્મો લઈ નાખવાની હોય. એમ કરે તો તો નિરોગી થયેલો છતાં ફરી મહારોગી કે મૃત્યુવશ બની જાય. બરાબર એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org