________________
૮૭
સ્ટેશન પર ગાડીમાંથી બહાર નીકળ્યા પછી પગ નીચે અડાડવાની ક્રિયાનુંજ ફળ દિલ્હી પહોંચવાનું કહેવું પડશે. એથી ઘેરથી નીકળવાની, વાહનમાં બેસવાની, વગેરે ક્રિયાઓ દિલ્હી પહોંચવા માટે નકામી ગણાશે. તેથી નિશ્ચયવાદીથી ઘરની બહાર નીકળવાનો, ગાડીમાં બેસવાનો, તેમજ ગાડીમાં એક પછી એક સ્ટેશનો પસાર કરવાનો ઉદ્દેશ દિલ્હી જવાનો નહિ રાખી શકાય. પણ શું નિશ્ચયવાદી ખરેખર આમ કરે છે ? શુ એ ઉદ્દેશ મનમાં નથી સેવતો હોતો ? ત્યારે જો એ પોતાનો બચાવ કરે કે એટલું મારૂં અજ્ઞાન છે, તો એ બચાવ કેમ માની શકાય ? કારણ એ છે કે પોતે નિશ્ચયમતની તો અડગ શ્રદ્ધા ધરાવે છે, એનો ઝંડો લઈને ફરે છે. એના હિસાબે તો પહેલી ક્રિયાનું ફળ છેક છેવટનું હોઈ શકે નહિ; એટલે ઘેરથી નીકળવાનો ઉદ્દેશ દિલ્હી જવાનો રાખી શકે જ નહિ, અને રાખે તો નિશ્ચયને પરમાર્થ માનવાનો નર્યો દંભ કહેવાય.
ગુણઠાણામાં વ્યવહાર :– એવું વ્યવહારમતે છઠ્ઠા ગુણઠાણાની, કે સમ્યક્ત્વની ચોથા ગુણઠાણાની ક્રિયાથી માંડી તુર્ત મોક્ષ કરાવનારી ચૌદમા ગુણઠાણાના અંત્ય સમયની ક્રિયા સુધી એક સળંગ ક્રિયા છે, તેથી એનું ફળ મોક્ષ, એટલે સમ્યકત્વ ક્રિયાનું ફળ મોક્ષ, ચારિત્ર ક્રિયાનું ફળ મોક્ષ, અપ્રમાદ ક્રિયાનું ફળ મોક્ષ– એમ વ્યવહારવાળો તો કહી શકશે. પણ નિશ્ચયવાળો એમ નહિ કહી શકે. કેમકે એને તો સમ્યક્ત્વથી ચૌદમાના અંત સુધી કોઈ એક દીર્ઘ સળંગ ક્રિયાજ નથી; એને તો વચમાં અનેક જુદી જુદી ક્રિયાઓ છે. સમ્યક્ત્વની ક્રિયા જુદી, ચારિત્રની ક્રિયા જુદી, અપ્રમાદની ક્રિયા જુદી. યાવત્ ચૌદમે ગુણઠાણે યથાખ્યાત ચારિત્ર સહિત શૈલેશીદશાની છેલ્લા સમયની ક્રિયા જુદી. એ દરેક ક્રિયાના ફળ જુદા એમાં શૈલેશીના ચરમ સમય સિવાયની કોઈ પૂર્વની ક્રિયાનું ફળ મોક્ષ છેજ નહિ. તેથી પૂર્વની સમ્યક્ત્વાદિ કોઈ પણ ક્રિયા મોક્ષ માટે નહિ કહી શકાય. માત્ર, ચૌદમા ગુણઠાણાના અંત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org