________________
XXXIV
સાબિત થાય છે; તેમજ દરેકે દરેક દ્રવ્યમાં જુદી જુદી યોગ્યતા સિદ્ધ થાય છે. આ બધી શાસ્ત્રીય પરિભાષા ન સમજવાના હિસાબે ‘ક્રમસર નક્કી થયેલા પર્યાય પ્રમાણે બને છે' આવા નિયતિવાદના એકાંતમાં ફસાઈ પડે છે; અને એ દ્રવ્ય-ક્ષેત્ર વગેરેને નિમિત્તકારણ તરીકે નામંજૂર કરે છે. અશુદ્ધ નિશ્ચય નય પણ ઉપાદાનને મુખ્ય કરી નિમિત્તકારણને તદ્દન ગૌણ કરે છે; પરંતુ એ ‘નિમિત્તની માત્ર હાજરી ખરી અને કારણતા નહિ' એવું નથી માનતો.
(૪) અશુભ-શુભ-શુદ્ધના વિષયોને શાસ્ત્રો ગૌણ-મુખ્ય વિવક્ષાથી કહે છે. તે ન સમજવાથી ‘શુદ્ધ જ ઉપાદેય,’– એવો ગોટાળો ઊભો થાય છે આમ તો ત્રીજા ગુણઠાણા સુધી અશુભ મુખ્ય, ૪થા થી ૬ઠ્ઠા સુધી શુભ મુખ્ય, ૭ મે થી શુદ્ધની પ્રધાનતાની શરૂઆત હોય છે; પરંતુ તેવી ગૌણ મુખ્ય વિવક્ષાએ ૧ લે ગુણઠાણે પણ શુભ અને શુદ્ધ સંભવે છે.
(૫) દ્રવ્ય-ગુણ-પર્યાયની ભિન્ન ભિન્નતા પણ સન્મતિ વગેરેમાં સારી રીતે ચર્ચી છે. તે સમજવા તર્ક શાસ્ત્રોનો અભ્યાસ જોઈએ. તેના અભાવમાં સામાન્ય સમજથી ગમે તેમ ઘટાડવા લાગી જવું તે અયોગ્ય છે.
(૬) વસ્તુતઃ શાસ્ત્રની દરેક વાત કોઈને કોઈ નયને સાપેક્ષ હોય છે. તે તે નયને આગળ કરીને સાપેક્ષ કથન ક૨વામાં આવે તો કશોય વાંધો ન આવે. પણ બધી વાતમાં એક જ નિશ્ચય નયને મુખ્ય કરીને કે નિરપેક્ષપણે કહેવામાં આવે તો અસત્ય, વૈપરીત્ય અને ઉત્સૂત્ર ભાષણનો દોષ આવે.
તેથી ખરેખર કોઈ પણ પ્રતિપાદન :– (૧) સમ્યક્ત્વના ‘આત્મા છે, નિત્ય છે,...’ વગેરે ષસ્થાનક, ચાર પુરુષાર્થ અને શુદ્ધ વ્યવહારની મર્યાદામાં રહીને કરાવું ઘટે.
(૨) નિશ્ચયનયના સમ્યગ્દર્શન હિસાબે મિથ્યા એવી ૪-૫-૬ ગુણઠાણાની કરણી અને વ્યવહા૨ને ૪ થા ગુણઠાણાના સમ્યગ્દર્શનની દૃષ્ટિએ મિથ્યા ન માનતાં અપ્રમત્તભાવની પ્રાપ્તિમાં સાધનરૂપ મનાય અને તેનું આલંબન લેવાનું તે ભૂમિકાવાળા જીવોને ઉપદેશાય.
(૩) અપ્રમતભાવ પામેલાને પાછળનું મિથ્યા સમજાવી નિશ્ચય દૃષ્ટિએ આગળ વધવા ઉપદેશાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org