________________
XXXVI
રાખવી જરૂરી છે. નહિતર વિકસતા અનાત્મવાદી વ્યવહારો શુદ્ધ વ્યવહારોનું પરિવર્તન કરી દઢ થતાં આત્મલક્ષી ધર્મ કેવો દૂર ફેંકાઈ જશે એની કલ્પના પણ થથરાવે એવી છે.
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મનો સળંગ ઈતિહાસ દિગંબર-મૂર્તિપૂજા વિરોધક સ્થાનકવાસી ધર્મ કેવી રીતે પ્રચલિત થયો તે બતાવે છે. એ ઉત્થાનના પછી જ એને ‘શ્વેતાંબર’ અને ‘મૂર્તિપૂજક’ એવા વિશેષણો લાગ્યા. અસલમાં શ્રી ઋષભદેવ ભગવાને ધર્મ બતાવ્યો ત્યારે તો માત્ર ‘ધર્મ’ ‘શાસન' શબ્દથી જ તે ઓળખાતો. એટલે જ ‘તીર્થંકર’ (પણ નહિ કે જૈન તીર્થંકર) શબ્દ, ત્યારથી ચાલી આવે છે. ‘ધર્મ' શબ્દમાં, બીજા અસર્વજ્ઞકથિત ધર્મ નીકળ્યા પછી ‘જૈન ધર્મ’ એમ ‘જૈન’ શબ્દ ઉમેરાયો. બાકી મૂળ ઋષભદેવ પ્રભુએ ધર્મ જે અનાદિસિદ્ધ વસ્તુ છે એને પ્રગટાવ્યો. તેથી તે ધર્મના કહેનારા કહેવાય, પણ કરનારા નથી કહેવાતા. હા, ધર્મતીર્થના કરનારા કહેવાય છે, તીર્થ એટલે સંસ્થા, શાસન એના કરનારા. પછી આ ધર્મશાસનના અનુકરણે સામાજિક, રાજકીય ધંધાદારી વગેરે સંસ્થાઓ થઈ. પણ તેના મૂળમાં ધર્મશાસનથી નિર્દિષ્ટ ‘આત્મા છે, મોક્ષ છે’ વગેરે આધ્યાત્મિક વિજ્ઞાન અને શુદ્ધ વ્યવહારો તથા ચાર પુરુષાર્થનું વિજ્ઞાન છે. તેથી જ તે સામાજિકાદિ સંસ્થાઓમાં પણ અહિંસા, સત્ય, નીતિ, ત્યાગ, પરોપકાર, સંયમ, આત્મભોગ વગેરે ગુણોની મુખ્યતા રચાય છે. નહિતર તો જીવવા માટે પશુની જેમ માણસને પણ આ સંયમાદિની શી જરૂર છે ? પણ જીવન વિકાસમાં જરૂરી આ સંયમ, ત્યાગાદિ પદાર્થો જ છે. એ અનાદિસિદ્ધ છે. એટલું જ શા માટે ? અપુનર્બંધક દશાથી માંડી શૈલેશીકરણ સુધીનો ક્રમિક આત્મવિકાસ માર્ગ-મોક્ષમાર્ગ પણ અનાદિસિદ્ધ છે. જીવોમાં ઉત્ક્રાન્તિ એ રીતે ચાલ્યા જ કરે છે. કાળે કાળે આ માર્ગને દર્શાવનાર તીર્થંકર પ્રભુએ સ્થાપેલ ધર્મશાસન છે, ધર્મતીર્થ છે. એ પછીની નીપજતી સર્વ જૈનેતર ધર્મસંસ્થાઓ અને સામાજિકાદિ સંસ્થાઓનું મૂળ છે. તેથી જ સર્વમાનમાંાજ્ય... પ્રધાનં સર્વ ધર્માનાં નૈન નયતિ શાસનું કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org