________________
૨૬
પર્યાય શા ઉપર ? દ્રવ્યલિંગના વ્યવહાર ઉપરને ? એ વ્યવહારની અસર જીવ પર એટલે પરદ્રવ્ય પર જ થઈને ?
બીજી રીતે વિચારતા પ્રશ્ન એ છે, કે બાહ્યદ્રવ્યકર્મ પુદ્ગલની અસ૨ ભલેને ન માનો પણ આંતરિક ભાવકર્મની અસર તો માનો જ છો. તો એ બતાવે છે કે ભાવકર્મમાં પ્રકૃતિ-સ્થિતિરસ-પ્રદેશ સંક્રમણ-ઉદ્ધર્તનાદિની શી વ્યવસ્થા છે ? અગર તો કહો કે, ભાવકર્મ એ દ્રવ્યકર્મના પ્રકૃતિ સ્થિતિ-રસ-પ્રદેશના સાથે સંબંધ ધરાવે છે કે નહિ ? જો ન ધરાવતું હોય તો
(૧) સમ્યક્ત્વ એ કર્મોની અંતઃ કોડાકોડી સાગરોપમની સ્થિતિએ પ્રાપ્ત થાય છે, એ કથનનો શો અર્થ ? એનો અર્થ એ જ છે કે દ્રવ્યકર્મોની સ્થિતિ એક કોડાકોડી સાગરોપમની અંદર અંદરની થાય, ત્યારે દ્રવ્યમિથ્યાત્વકર્મનો ક્ષયોપશમ થવાથી ભાવકર્મનું પણ તેમજ થાય, અને આત્મામાં સમ્યક્ત્વ ગુણ પ્રગટે. આમાં આત્મગુણ સમ્યક્ત્વની સ્વતંત્રતા ક્યાં રહી ? તેમજ,
(૨) ભાવકર્મ કેમ દ્રવ્યકર્મના પ્રકૃતિ-સ્થિતિ-રસને બરાબર અનુસરે છે ? અને અનુસરે છે એ સ્પષ્ટ જણાય છે. દ્રવ્યકર્મની પ્રકૃતિ જો જ્ઞાનને આવરવાની છે તો ભાવકર્મનું પણ પરિણામ જ્ઞાન દબાઈ જવામાં આવે છે. એવું સ્થિતિમાં, દ્રવ્યકર્મ જ્યાં સુધી અપવ અને અનુદિત હોય છે, ત્યાં સુધી ભાવકર્મ પણ સ્થગિત રહે છે. એમ દ્રવ્યકર્મનો રસ જો ઉગ્ર તો ભાવકર્મનોય ઉગ્ર, પેલો જો મંદ, તો આ પણ મંદ. આ ઉપરથી ભાવકર્મ જો દ્રવ્યકર્મ સાથે સંબંધ ધરાવતું હોય, તો તો એ આવ્યું કે દેવપણાના આયુકર્મપુદ્ગલના હિસાબેજ આત્મા દેવપણાનો વિકાર પામ્યો. આ એક દ્રવ્યની બીજા પર સ્પષ્ટ અસર થઈ. પછી “દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતાની ખબર ન હોય, ને કર્મના ઉદયના લીધે વિકાર થાય, એમ માનતા હોય...” વગેરે જે એ કહે છે, તે પોતાને જ લાગુ નહિ પડે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org