________________
૧૧
આવું કરનારો તો મૂર્ખ ગણાય તેમ મોક્ષ માટે ‘શુભ આલંબનો કામના નથી, શુભને ત્યજી દેવા, માત્ર શુદ્ધની રાહ જોવી.’ –આવું કરનારો મૂર્ખ અને એકાંતવાદી કહેવાય. અહીં એક પ્રશ્નને અવકાશ છે.
પ્ર. :- ‘પણ શુભ જો મોક્ષમાં કારણ હોય તો શુભ તો અનંતવાર સેવ્યા; છતાં કેમ મોક્ષ થયો નહિ ? આનો ઉત્તર સરળ છે.
ઉ. :- એ સેવ્યાં તો શુદ્ધના લક્ષ્ય વિના માત્ર સંસાર સુખના અશુદ્ધ લક્ષ્યથી સેવ્યાં, માટે નકામાં ગયાં. તેથી શુદ્ધોપયોગ જાગ્યા નહિ. અને મોક્ષ થયો નહિ. જેમ કોઈના હાથમાં દૂધ તો આવ્યું, પણ એમાંથી ઘી બનાવવા માટે દહી કે છાશ-માખણ પેદા કરવાનું લક્ષ્ય રાખ્યું નહિ, પરંતુ માવો બની જાય એ રીતે દૂધને ઉકાળ્યા ઉકાળ્યા કર્યું, તો ઘી ક્યાંથી બને ? અને એમ ઘી ન બને એટલા માત્રથી કોઈપણ માણસ ‘ઘી માટે દૂધ નકામું' એમ કહે, તો તે ગાંડો જ કે બીજું કાંઈ ? ત્યારે જો એમ કહો કે :
પ્ર. :- એકલા શુભથી કદી મોક્ષ નથી. એટલે કે શુદ્ધોપયોગ કેળવ્યા-જાળવ્યા વિના કદાપી મોક્ષ નથી થતો, શુદ્ધોપયોગ જાળવ્યા વિનાના શુભ તો નકામા જાય છે. માટે શુદ્ધોપયોગ એ જ ખરૂં કારણ કેમ નહિ ?
ઉ. :- તો આનો તો અર્થ એ થયો કે ભલે એકલા શુભથી નહિ, પણ શુદ્ધની સહાયથી મોક્ષ થાય છે. છતાં શુદ્ધને લાવવા માટે શુભની જરૂર તો પડે જ છે. શુભ સેવતાં સેવતાં શુદ્ધભાવ અને શુદ્ધ ઉપયોગમાં જવાય છે. એ હિસાબે તો તમે આલીશાન પ્રવચનમંડપમાં સમયસારાદિના પ્રવચનશ્રવણ, સત્સંગ, વગેરે વિવિધ શુભ આલંબનો સેવરાવો છો. એનો અર્થ જ એ આવીને ઊભો રહે છે કે શુભને સેવીને શુદ્ધોપયોગ કેળવવા દ્વારા અવશ્ય મોક્ષ થાય છે. તેથી પણ શુભ એ કારણ તો ગણાશે જ. તો એમ કહોને કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org