________________
૬ ૧૨
-
--
પ્ર. - શુભ એ નિમિત્ત ખરૂં, અર્થાત્ એની માત્ર હાજરી અવશ્ય હોય છે એટલું જ પણ કારણ નથી.
ઉ. :- તો એ તો રીતે એમ પણ કહી શકાશે કે “ઉપાદાન પણ માત્ર હાજર હોય છે એટલું જ; બાકી કાર્યમાં એ કશું કરતું નથી, કાર્ય બનાવામાં કશો ફાળો નથી આપતું. તેથી એ કાંઈ કાર્યનું કારણ નથી.”
પ્ર. - આમ કેમ કહી શકાય ? ઉપાદાન તો ખુદ કાર્યરૂપ થાય છે. તેથી કાર્ય કરે છે, એમ માનવું જ જોઈએ. નિમિત્તનો નિયમ નથી કે કાર્યને કરે જ. અનંતીવાર નિમિત્ત હાજર છતાં કાર્ય થયાં નથી. એ જ બતાવે છે કે નિમિત્ત એ કાર્યમાં કશું કરતું નથી.
ઉ. :- એમ તો ઉપાદાન પણ અનંતકાળથી હાજર છતાં, કાર્ય થયું નથી. તેથી એ કાર્યમાં કશું કરે છે એમ શા માટે માનવું?
પ્ર. - ઉપાદાનનેય કારણ ન કહીએ તો પછી કાર્ય થાય જ કેવી રીતે? કાર્યમાં કારણ કોણ રહેશે ?
ઉ. :- જો એમ જ હોય કે કાર્યમાં કોઈ કારણ જોઈએ જ; તો ત્યાં ઉપાદાન અને નિમિત્ત બંનેય કારણ તરીકે ઊભા છે. ઉમેદવાર બંનેય છે. એમાંથી ઉપાદાને જ કારણ માનવું અને નિમિત્તને નહિ;-આવો તમારો આગ્રહ શા માટે ?
પ્ર. :- આગ્રહ એટલા માટે છે કે ઉપાદાન ખુદ કાર્યરૂપ બની જાય છે. માટે એને કાર્યમાં કારણ માનીએ છીએ.
ઉ. :- તો તો એ પણ સાથે જ નક્કી છે કે ઉપાદાન કાંઈ સહજભાવે કાર્યરૂપ બનતું જ નથી. એને કાર્યરૂપ બનવા માટે નિમિત્ત અવશ્ય જોઈએ જ છે. જગતમાં જેમ ક્યાંય એ નથી જોયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org