________________
७८
વિશુદ્ધ આશયમાં માત્ર આત્મકલ્યાણની જ વાંછા આવે ત્યાં નિશ્ચયનું આલંબન છે. પણ એ ટકે-વધે છે. શુભઅનુષ્ઠાનના પુનઃ પુનઃ સેવન ઉપર જ. એમાં જ નિશ્ચયદૃષ્ટિ વસ્તુસ્થિતિએ આરાધાય છે. બાકી ક્રિયા વિના તો નિશ્ચયધર્મની વાત માત્ર વાત જ રહે છે. માટે અનુષ્ઠાનની આરાધના એ મોક્ષમાર્ગની આરાધના છે, સંસારની આરાધના નથી. એમ તો નવા નિશ્ચયપંથી ક્યાં રોજ ને રોજ વ્યાખ્યાનકરણ-શ્રવણ, સ્વાધ્યાય, ધૂન વગેરે નિયમિત અનુષ્ઠાનોમાં રચ્યાપચ્યા નથી રહેતા ? સમયસારાદિ પુસ્તક પ્રકાશન, ‘આત્મધર્મ’ માસિક પ્રચાર વગેરે પ્રવૃત્તિ ક્યાં ઓછી કરે છે ? પૂછો શું સમજીને, શા ઉદ્દેશથી એ કરે છે? શું એ કરવાનું પરિણામ કાંઈ નથી આવ્યું? આવ્યું જ છે. એમ માનીને તો નવા નવા પુસ્તકોનાં પ્રકાશનને સફાઈદાર પ્રિન્ટીંગ દ્વિકલર વગેરેથી આકર્ષક બનાવે છે. કાર્યક્રમોના આમંત્રણની જાહેરાત કરે છે. વેકેશનમાં છોકરાઓને અભ્યાસવર્ગમાં આમંત્રે છે. જો એ બહારની કોઈ ક્રિયાના આશ્રયે મોક્ષમાર્ગ જ નથી, તો એટલી બધી ક્રિયા શા સારૂં કરે છે ? નિરર્થક એવી કાકદન્ત પરીક્ષા કે પશુપુચ્છના જલતાડનની પ્રવૃત્તિ જેવી એ પ્રવૃત્તિ ગણાશે. શ્વેતામ્બરોએ તો વ્યવહાર સાથે નિશ્ચયને પણ અતિ જરૂરી માન્યો જ છે. માટે તો
(૧) ચારિત્ર પાળી દુન્યવી સુખનું નિયાણું કરવા જનારને રોકવા ઉપદેશ આપ્યો છે; અને એ ઉપદેશ ન માનનારની દુઃખદ ભવવૃદ્ધિ થયાનું વર્ણવ્યું છે.
(૨) ક્રિયાઓની અંતર્ગત રહેલા ભાવોને ભાવવાનું ખાસ ઉપદેશ્ય છે. (૩) અનિત્યાદિ ભાવનાઓનો સંવરમાર્ગ અને ધર્મધ્યાનાદિનો નિર્જરામાર્ગ અવશ્ય ઉપાદેય છે, એમ ફરમાવ્યું છે. (૪) નવ પ્રકારના પાપ નિયાણાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org