________________
કારણ પણ ભોજનના માત્ર છેલ્લા જ કોળીયાને માનવું પડશે ! તૃપ્તિ ત્યાં જ થાય છે, પૂર્વે નહિ. તેથી તો પૂર્વના બધા કોળિયા તૃપ્તિના કારણ તરીકે નહિ રહે, તેથી તૃપ્તિ માટે નકામા ગણાશે! એવું જ મોક્ષમાં કારણભૂત ચૌદમા ગુણસ્થાનકનો શૈલેશી સહિતનો માત્ર છેલ્લા સમયનો આત્મપુરુષાર્થ ગણાશે, પણ પૂર્વના સાધનો જે ક્ષાયોપથમિક સમ્યક્ત્વ, ચારિત્ર, અપ્રમત્તતા, વીતરાગતા, વગેરે છે, તે કારણ તરીકે નહિ રહે ! તેથી એને મોક્ષમાર્ગ નહિ કહી શકાય ! અને જો પરંપરાએ એ નિમિત્ત હોવાથી એના આશ્રયે મોક્ષમાર્ગ માનવો છે. તો આશયવાળી જે બાહ્ય ક્રિયા, તે ક્રિયાના આશ્રયે પણ મોક્ષમાર્ગ માનવામાં ક્યાં હરકત નડે છે ? તેમ, નિશ્ચયની દૃષ્ટિવાળા વ્યવહારના, અથવા નિશ્ચયની સન્મુખ થયેલા વ્યવહારનાય આશ્રયે મોક્ષમાર્ગ માનવામાં બુદ્ધિ કાં અટકે છે? એટલું જ સમજજો કે નિશ્ચયની સમજ જુદી ચીજ છે, અને નિશ્ચયની આત્મપરિણતિ જુદી વસ્તુ છે. એ પરિણતિને ખીલવનાર છે શુભવ્યવહારમાં આત્માની ઓતપ્રોતતા. નહિતર તો માત્ર સંસારની પાપપ્રવૃત્તિની લીલા પાપપરિણતિને પોષ્યા કરશે. - નિશ્ચયના સાચા હિમાયતી શ્વેતાંબરો - જૈન શ્વેતાંબર શાસ્ત્રોએ અનુષ્ઠાનના પાંચ ભેદ બતાવીને તો નિશ્ચયને ખરેખરૂં મહત્ત્વ આપ્યું છે. જો એકલા વ્યવહારને જ મોક્ષમાર્ગ કહેવો હોત તો માત્ર એમ જ કહેત કે ધાર્મિક અનુષ્ઠાનને સાધો. પણ એટલું જ ન કહેતાં સાથે સાથે વિષાદિ આશયો છોડવાનું અને તદ્ધતુ-અમૃત આશયો આદરવાનું શા માટે કહેત ? આના ઉપર તો પૂ.ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે અધ્યાત્મસાર ગ્રંથમાં ખૂબ ભાર મૂક્યો છે અને વિષ-ગરલ અનુષ્ઠાનોને અત્યંત હેય ગણાવ્યા છે. ધાર્મિક અનુષ્ઠાન ગમે તેવું સારું આચરતો હોય, છતાં આત્મા જો મોહમૂઢ છે, તો એ મોક્ષમાર્ગનો આરાધક નથી. આરાધક બનવા માટે આશયની વિશુદ્ધિ જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org