________________
૭૬
પ્ર. :– ‘એવી શુભપ્રવૃત્તિ તો પૂર્વે અનંતી કરી, અનંતવાર ત્રૈવેયક સ્વર્ગ સાધ્યો, તો કેમ તેથી કુસંસ્કાર ન ભૂંસાયા ?’
-
ઉ. :– આવું ન પૂછશો, કેમ કે એ પ્રવૃત્તિ અસદ્ આશયથીમિલન આશંસાથી કરી હતી. અસદ્ આશય એ મોહની પરિણતિ છે. એટલે તેથી તો ઉલટું કુસંસ્કારનું વધુ પોષણ થયું હતું. હવે જે શુભપ્રવૃત્તિ કરવાની છે, તે અસદ્ આશય સર્વથા છોડીને ક૨વાની છે, તેથી કુસંસ્કાર પોષવાના નથી; પણ ઉલટું કુસંસ્કારને નિમિત્ત ન મળવાના હિસાબે એ શોષાઈ જવાના છે.
સાચી નિશ્ચયદૃષ્ટિ :— માટે જ જૈન શાસ્ત્રો અનુષ્ઠાનના પાંચ ભેદ બતાવી શુદ્ધ આશય વિનાના વિષ, ગરલ અને સંમૂર્ણિમ અનુષ્ઠાન ત્યજવાનું કહે છે. કેમકે વિષ-ગરલમાં આ લોક પરલોકના પૌદ્ગલિક સુખની આશંસા (રાગ) હોવાથી એ વિષય-પરિગ્રહના કુસંસ્કારને આઘાત લગાડવાને બદલે મજબૂત કરે છે. સંમૂર્ણિમ અનુષ્ઠાન ઉપયોગ શૂન્ય હોવાથી કુસંસ્કારને આઘાત પહોંચાડી શકતા નથી. બાકીના બે અનુષ્ઠાનમાં આશયશુદ્ધિ છે, એ કુસંસ્કારને જોરદાર આઘાત પહોંચાડે છે. જો કે આ અનુષ્ઠાનભલે શુભરાગથી થાય છે; છતાં ત્યાં શુભઆશય સહિત શુભપ્રવૃત્તિના પ્રભાવે કુસંસ્કારની વૃદ્ધિ નહિ પણ હ્રાસ થાય છે. આ હ્રાસ થવામાં મુખ્ય કારણ સશય છે. એ સશય આવા જ શુભ ધાર્મિક અનુષ્ઠાનથી પોષાય છે, પણ નહિ કે અશુભ સાંસારિક પ્રવૃત્તિથી, માટે જ શુભ અનુષ્ઠાન પણ કુસંસ્કારના ડ્રાસમાં કારણ ગણાય છે.
પ્ર. – સાક્ષાત્ કારણ સશય છે. અનુષ્ઠાન એટલે કે ક્રિયા તો એની દૂર પૂર્વે છે. એ કારણ શાનું ?
ઉ. :- દૂર પૂર્વનું નિમિત્ત અસાધારણ હોવા છતાંય એને દૂર પૂર્વનું હોવા માત્રથી જો કારણ તરીકે નિહ માનો, તો તો તૃપ્તિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org