________________
૭૫
તો તેથી શું સંસારવૃદ્ધિ થવાની ? આમાં ‘હા’નો ઉત્તર તો અવિવેકી કરી શકે. પૂર્વના અનંતા શુભરાગ ભવવર્ધક થયા છે, એમ કહેવું વાજબી નથી. કેમકે એ વસ્તુગત્યા શુભરાગ જ નહોતા. એક માણસ કોઈનું ખૂન કરવા બહારથી ચારિત્ર પાળે, દયા પાળે, એનામાં અમે શુભરાગ કહેતા જ નથી. તેમજ પૌદ્ગલિક કોઈપણ આશંસાથી ધર્મક્રિયા કરે એનામાં અમે શુભરાગ નથી માનતા. પરંતુ દુન્યવી કોઈ પ્રકારના રાગ વિના આત્મકલ્યાણ સાધવાના પવિત્ર મનથી વ્રત પચ્ચક્ખાણ, પ્રભુભક્તિ, સામાયિક, ચારિત્ર વગેરે જે આરાધે છે, તેને અમે શુભરાગ કહીએ છીએ. એ અનાદિરાગથી જુદો રાગ છે. એ આરાધકને મનમાં એમ નથી આવ્યા કરતું કે “આત્મષ્ટિ જરૂરી નથી, માત્ર વ્યવહારનો જ આશ્રય કરવો, નિશ્ચયનું શું કામ છે ? આપણે તો ફક્ત આ શુભક્રિયાઓનો રાગ જ રાખો, વીતરાગ થવાનું કામ નથી.” આવું તો કાંઈ થતું નથી; પણ ઉલટું એ તો ઇચ્છે છે કે “દુનિયાની હિંસાદિ અશુભ પ્રવૃત્તિઓમાં આત્માના પરિણામ બગડે છે; ભયંકર રાગદ્વેષ થાય છે. આવી શુભક્રિયાઓમાં રહેવાથી પેલી આરંભ-પરિગ્રહની ક્રિયાઓ છૂટી જાય, અને પરિણામ શુદ્ધ બની શકે. કષાયોને અને વિષયતૃષ્ણાને અહીં મારી શકાય. એમ કરતાં જો રાગદ્વેષ સર્વથા ટળે તો વીતરાગસર્વજ્ઞ થઈ ભવનો અંત કરૂં.” આવી આવી ઇચ્છા રહેતી હોય ત્યાં ક્યાં એણે ભૂલ કરી ? ઉલટું કહો કે અંતરાત્માના પરિણામની વિશુદ્ધિનો સાચો સક્રિય માર્ગ લીધો, વિશુદ્ધિ કાંઈ ‘શુભ રાગે મોક્ષમાર્ગ નથી’ એવા પોપટપાઠથી નથી આવતી. આત્મા પર જન્મોજન્મની કુપ્રવૃત્તિથી થીજીને જામ થઈ ગયેલા કુસંસ્કારને ભૂંસવા માટે એવી કુપ્રવૃત્તિઓને ઓછી જ કરવી પડે. હવે એમાં રચ્યાપચ્યા ન રહેવાય. હવે તો સારી એવી દયાની, દાનની, શીલની, તપની, ત્યાગની ઇત્યાદિ પ્રવૃત્તિઓને વળગવું પડે. જેથી હિંસા-પરિગ્રહ-વિષય આદિના કુસંસ્કાર ભૂંસાય. એમ ન પૂછશો કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org