________________
૧૬૫
ક્યાં રહી એમની માનેલી દરેક દ્રવ્યની સ્વતંત્રતા ? નરપણું નારકપણું વગેરે કાર્યનું ઉપાદાન તો જીવ છે, પરંતુ એ થવામાં મુખ્ય કારણ નામકર્મરૂપી નિમિત્તને ગણ્યું, ત્યાં ક્યાં ઊભી એમણે સ્વીકારેલી નિમિત્તની માત્ર હાજરી ? ક્યાં રહી એની અકારણતા (કશું ન કરી શકવાપણું) ? ‘નરપણું-ના૨કપણું વગેરે જીવના પર્યાય નથી પુદ્ગલના પર્યાય છે', એવું એમનાથી કહી શકાય એમ નથી. કેમ કે જો એને જીવના પર્યાય ન માને તો પછી તો જીવને સિદ્ધ જ કહેવો પડે. સંસારી કહી શકાય જ નહિ. તેમજ ગાથામાંય સ્પષ્ટપણે જીવોના પર્યાય કહ્યા છે, એની પ્રત્યે ચોક્ખા નામકર્મપુદ્ગલને કારણ કહ્યા છે.
જો આમ નિમિત્તનું આટલું સ્પષ્ટપણે પ્રાબલ્ય જણાવાય છે, પણ નહિ કે માત્ર હાજરી, તેમ જ એક દ્રવ્યનો બીજા પર ઉપકાર દર્શાવાય છે, તો પછી પુણ્યકર્મ, શુભ આલંબનો, શુભ અનુષ્ઠાનો, શુભ વ્યવહાર વગેરેને આત્મસાધનામાં કારણ માનવામાં શો વાંધો આવે છે ? એનાથી જીવ ૫૨ ઉપકાર થવાનું સ્વીકારવામાં શું નડે છે, કે જેથી ઉલટું એને ઉડાવીને સ્વપરને એનાથી વંચિત રાખી મોક્ષપ્રયાણને બદલે ભવભ્રમણ વધારાય છે? શુભને બદલે અશુભ વ્યવહારમાં ગળાબૂડ ડૂબ્યા રહેવાય છે?
(૩૬) પ્રવચનસાર ગાથા ૧૭૯મી ચોખ્ખું કહે છે કે રાગી જીવ કર્મ બાંધે છે' અર્થાત્ જીવનો રાગપરિણામ કર્મપુદ્ગલનું સર્જન કરે છે. અહીં જો ખાલી આત્મધર્મભૂત ભાવકર્મ લેવા હોત, તો તો તે ભાવકર્મ અંત તો ગત્વા આત્માના રાગરૂપ બનત. તેથી એમ જ કહેવું ઉચિત હતું કે ‘રાગી જીવ રાગ બાંધે છે !' બીજું ‘બાંધે છે' એ શબ્દ બંધન ક્રિયા સૂચવે છે તે કોઇ પુદ્ગલ દ્રવ્યથી જ હોય ને ? એટલે આમાં પણ પરદ્રવ્ય અને નિમિત્તની અસર કહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org