________________
૧૬૪
છે, તો પ્રાજ્ઞજનો ને વિકસિત બુદ્ધિવાળા મહાનુભાવો તો જરૂર સમજશે.
હવે એમના જ માનેલા પ્રવચનસારાદિ ગ્રંથમાં નિમિત્ત કારણનું કેવું સમર્થન છે તેના થોડા નમુના જુઓ.
(૩૩) પ્રવચનસાર ગાથા ૧૪૭મીમાં કહે છે કે “ચાર પ્રાણથી જીવે તે જીવ કહેવાય.” ચાર પ્રાણમાં ઇન્દ્રિય, મનવચન-કાયાનું બલ, શ્વાસોશ્વાસ અને આયુષ્યકર્મ આવે છે. શું છે આ ? પુદ્ગલ દ્રવ્યો, એના આધારે જીવે તેને અહીં જીવ કહ્યો. જીવન જીવવા માટે પરદ્રવ્ય પુદ્ગલની જરૂર પડી ! નવા પંથની વિરુદ્ધ આ કેવી સરસ પરિદ્રવ્યની અસરની અને જીવદ્રવ્યની પરતંત્રતાની વાત ! કેટલું સચોટ નિમિત્ત કારણતાનું પ્રતિપાદન!
(૩૪) પ્રવચનસાર ગાથા ૧૪૮મીમાં લખ્યું છે કે “જીવ કર્મફળ ભોગવીને અન્ય કર્મોથી બંધાય છે.” એના પર એમના જ મતવાળા ટીકાકારે સ્પષ્ટીકરણ કર્યું કે “કર્મફળ” એટલે “પૌદ્ગલિક કર્મનું ફળ', કર્મોથી બંધાય છે એટલે પૌગલિક કર્મોથી બંધાય છે. કહો, આમાં જીવમાં ફળના ભોગવટાનો પરિણામ જે જન્મે, તેમાં મુખ્ય નિમિત્ત કારણ પૌદ્ગલિક કર્મને ગમ્યું ત્યાં તથા જીવ પર નવા કર્મનો બંધ થાય ત્યાં, નિમિત્તની કારણતા અને પરદ્રવ્યની આધીનતા સ્પષ્ટપણે કહેવામાં કાંઈ બાકી રાખ્યું ?
(૩૫) પ્રવચનસાર ગાથા ૧૫૩મીમાં લખ્યું કે “નર, નારક વગેરે જીવના પર્યાય (અવસ્થા) નામકર્મના ઉદયથી થાય છે.” ટીકાકારે વળી સ્પષ્ટ કર્યું કે “નામકર્મના ઉદયથી” એટલે કે “નામકર્મ પુદ્ગલના વિપાકના કારણે'. આમાં પણ ચોક્કે ચોક્ખી નામકર્મયુગલરૂપી પરદ્રવ્યની અસર તળે જીવમાં નરકપણું-નરપણું વગેરે પર્યાય થવાની પરતંત્રતા બતાવી. ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org