________________
૧૧૪
પ્ર0 - તો વીતરાગભાવ કેવી રીતે આવે ?
ઉ0 - ઉત્તર એ છે કે કક્ષા મુજબની સાધનાથી આવે. નીચેની ભૂમિકાને અશુદ્ધનયનો ઉપદેશ ફરમાવે છે તે સાધના અને ઉચ્ચ કક્ષાએ પહોંચેલાને શુદ્ધ નયની દેશનાનુસાર સાધનાએ વીતરાગભાવ મળે. અહીં બદ્ધસ્પષ્ટની જે વાત કરી, તેમાં પણ કર્મ તો એના એ જ છે; પરંતુ ક્યારેક બદ્ધ, ક્યારેક સ્પષ્ટ,
ક્યારેક નિકાચિત, એમ જે બને છે તે શાના ઉપર ? કહેવું જ જોઇશે કે જીવની સાથે વિવિધ સંબંધના યોગે બદ્ધતા-સ્પષ્ટતાદિ છે. આ માટે વ્યવહાર વિના ક્યાં ચાલવાનું છે ? છતાં મહાપુરુષને વ્યવહારમૂઢતાની ગાળ દેવી છે ?
(૧૬) સમયસાર ગાથા ૧૪૯મીમાં વિવેચન કરે છે કે “અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને (પુણ્યને) સારી સમજીને તેની સાથે રાગ અને સંસર્ગમાં પડે છે, તેથી કર્મબંધમાં પડી પરાધીન થઈ સંસારના દુઃખ ભોગવે છે. આ કથનમાં પણ જુઓ કે વ્યવહારનું કેવું સચોટ સમર્થન કર્યું ! શુદ્ધનય-નિશ્ચયનયથી તો જીવ શુદ્ધ અને જ્ઞાની છે, પછી અજ્ઞાની જીવ કોણ ? અશુદ્ધ નિશ્ચયથી સંસારી અસર્વશને અજ્ઞાની કહે તો પણ એ જીવ નિશ્ચયથી કર્મપ્રકૃતિના સંસર્ગમાં કેવી રીતે પડી શકે ? નિશ્ચયનયે એ કર્મબંધમાં ક્યાંથી પડી શકે ? વળી એને કર્મબંધના હિસાબે સંસારના દુઃખ ભોગવવાનું નિશ્ચયમતે ક્યાંથી હોય ? કેમ કે સંસારના દુઃખ એટલે નરક-તિર્યંચ ગતિમાં બીજાઓ તરફથી થતા કાપાકાપી-મારપીટ-ત્રાસ-જુલ્મ વગેરેના દુ:ખો; એ તો પરકૃત થયા. તે જીવને વેઠવાનું નિશ્ચયનયે શાનું હોય ? આ બધા પ્રશ્નના સમાધાન માટે વ્યવહારનય જ પકડવો પડશે. વ્યવહારનો જ ઉપકાર માનવો જોઇશે કે જે આ બધાની ઘટિત વ્યવસ્થા કરી આપે છે. વળી જુઓ ગાથા ૧૫૭મીમાં વિવેચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org