________________
૧૧૩
કાર્મણવર્ગણાના પ્રદેશ અને જીવના પ્રદેશનો અન્યોન્યાનુવેધરૂપ (ખીરનીર જેવો લોહ-અગ્નિ જેવો) એકમેક સંબંધ વસ્તુગત્યા થાય છે; ત્યારે જીવ મિથ્યાત્વાદિભાવોનો હેતુ બને છે. આ બધી પરિસ્થિતિનો ખુલાસો કરી શકવામાં નિશ્ચયનય ક્યાં ઊભો રહી શકવાનો ? એ તો વ્યવહારનય જ સુયોગ્ય સંગતિ કરી શકે છે. સમયસારમાં આવો આવો વ્યવહાર છે એ એમને માન્ય છે અને પૂ. સુધર્મા ગણધર મહારાજ જે કલ્યાણકારી અને વસ્તુસત્ વ્યવહારનું સમર્થન કરે છે, એમની અને તે વ્યવહારની સામે ઘૂરકીયા કરવા છે !, એ કેવી ઉંધાઇ ગણાય? અથળા સમયસારમાં આવા અનેક પ્રકારે વ્યવહારનું સમર્થન કર્યું છે તે ગાવું નથી, પણ નિશ્ચયનો જ પક્ષ તાણી છૂપાવવું છે, એ કેવી ચોરી ? અગર તો વ્યવહારને નીંદવો છે એ ખુદ સમયસારનો જ કે એમના કર્તાનો કેવો ભયંકર દ્રોહ ?
(૧૫) સમયસાર ગાથા ૪૨માં કહ્યું કે ‘જે પુદ્ગલકર્મથી જીવને બદ્ધ સ્પષ્ટ કહે છે તે વ્યવહારપક્ષ છે. જે અબદ્વત્કૃષ્ટ કહે છે તે નિશ્ચયપક્ષ છે...' બંનેને અતિક્રાન્ત સમયસાર છે. કેમ કે ‘પક્ષ' મૂકી દેવાથી જ વીતરાગભાવ આવે.’
આમાં પહેલું એ જુઓ કે ‘સમયસાર' એટલે કે આગમ રહસ્યને આ બંને પક્ષથી પર કહ્યું. હેતુ એ આપ્યો કે ‘આગમ રહસ્યમાં તો વીતરાગ થવાની વાત આવે અને તે વીતરાગભાવ લાવવા માટે કોઇપણ પ્રકારનો પક્ષપાત છોડી દેવો પડે.' શું સમજ્યા આમાં ? જેમ વ્યવહારપક્ષથી વીતરાગ ન થવાય તેમ નિશ્ચયપક્ષ રાખવાથી પણ વીતરાગ ન થવાય. એટલે નવો મત કાઢનારા જે નિશ્ચયપક્ષનું તાણે છે તે આના હિસાબે કેટલું વ્યાજબી છે ? ત્યારે હવે પ્રશ્ન રહે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org