________________
૧
૧
રે
(૧૩) સમયસાર ગાથા ૮૮માં કહ્યું છે કે પુદ્ગલના વિકાર મિથ્યાત્વ, યોગ, અવિરતિ અજ્ઞાન છે. જીવના પરિણામ ઉપયોગ,
અવિરતિ, અજ્ઞાન, મિથ્યાત્વ છે. ગાથા ૮૯માં પ્રશ્ન કર્યો કે શુદ્ધ ચૈતન્યને મિથ્યાત્વાદિ શાથી? ઉત્તરમાં કહ્યું કે ૩વસોમાસ તિuિTપરિણામ મોહગુત્તરસ અર્થાતુ વ્યવહારથી અન્ય વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી આત્મામાં ત્રણ વિકાર (અવિરતિ-અજ્ઞાનમિથ્યાત્વના છે.)
કહો આ કહેનારમાં વ્યવહારમૂઢતા નહિ અને પૂ. યશોવિજયજી મહારાજમાં વ્યવહારમૂઢતા કહે, શું એ ઠેષ નથી? વ્યવહારનયથી માનેલી આ આત્મસ્થિતિ સતુ છે, કાલ્પનિક નથી. તેથી જ (૧) એ વસ્તુસત્ અશુદ્ધ સ્થિતિને ટાળવા માટે મોક્ષમાર્ગની હયાતી છે; (૨) એ સ્થિતિ ઉપર સંસારી અને એ સ્થિતિ વિનાના એ મુક્ત એમ બે ભેદ પડે છે. (૩) એ અશુદ્ધ સ્થિતિના હિસાબે જ જીવોને વિવિધ પ્રકારના દેવપણુંમાનવપણું, શાતા-અશાતા, યશ-અપયશ, વગેરેના વાસ્તવિક અનુભવ થાય છે. જડને એમાંનો શો અનુભવ ? કોઇજ નહિ. તેમ શુદ્ધ જીવને એવો ક્યાં અનુભવ ? જરાય નહિ. માટે જીવની વ્યવહારસિદ્ધ એવી અશુદ્ધ સ્થિતિ વસ્તુસત્ છે; સ્વમસૃષ્ટિ
નથી.
(૧૪) વ્યવહાર સમર્થનની ૧૪મી યુક્તિ : કાશ્મણ દ્રવ્યથી જીવ મિથ્યાત્વી – સમયસાર ગાથા ૧૩૫માં લખે છે કે “કાર્મણવર્ગણાગત દ્રવ્ય ખરેખર (ખલુ) જીવ સાથે જ્યારે બંધાય છે, ત્યારે જીવ મિથ્યાત્વાદિનો હેતુ થાય છે. વ્યવહારનો આ કેવો ચકચકતો પ્રભાવ બતાવ્યો ? શું કહ્યું ? “ખરેખર જયારે બંધાય છે' - બંધ ખરેખર એટલે બંધ માત્ર સહાવસ્થાનરૂપ નહિ, કે બે આંગળીના સંયોગ જેવો માત્ર સંયોગ નહિ, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org