________________
---
-
-
-
-
*
-
૧૧૧
વ્યવહારમૂઢ કહેવાની ધૃષ્ટતા એ કેવી પોતાના દિલમાં અસૂયા અને દ્વેષપૂર્ણતા સૂચવી રહી છે ! શું સાચા મહાપુરુષને વ્યવહારમૂઢ કહેનાર નવીનપંથ (કાઢનાર) પોતે ભારોભાર મૂઢ નથી ?
(૧૧) વળી એ જુઓ કે સ્તુતિના બે પ્રયોજનમાં એક તે વીતરાગની શાંતમુદ્રા દેખી શાંતભાવ થાય છે, એમ કહી પ્રભુની શાંતમુદ્રાના દર્શનના વ્યવહાર દર્શનકર્તાને શાંતભાવ થવામાં ઉપયોગી ગણ્યો. કેટલી બધી સ્પષ્ટ વ્યવહારની આવશ્યકતા ! તેય પાછી કુંદકુંદાચાર્ય જેવા ને ! વ્યવહાર જરૂરી ન હોય, કામનો ન હોય તો સ્તુતિ કે દર્શનની પ્રવૃત્તિ શી ? અને એનું સમર્થન શું ? અહીં તો સમયસારમાં જ પ્રવૃત્તિ અને સમર્થન બંને હોવાથી વ્યવહારની ઉપયોગીતા જ સૂચવી છે. હવે જો તેમ છતાં એ કુંદકુંદાચાર્ય વ્યવહારમૂઢ નહિ તો પછી પૂ. યશોવિજયજી મહારાજ વગેરેને શી રીતે વ્યવહારમૂઢ ન્યાયી રીતે કહી શકાય ? હા, ઉન્મત્ત બકવાટથી એમ કહે એ જુદી વસ્તુ છે.
(૧૨) વળી જુઓ કે બીજી પણ સરસ યુક્તિ આપી. શાંતમુદ્રા એ પ્રભુની વીતરાગતાનું અનુમાન કરાવે છે એ પણ ઉપકાર છે – આમ કહીને સ્તુતિ-દર્શનના વ્યવહારને લાભદાયી ગણ્યો. કેમ કે દર્શન શાંત મુદ્રાવાળાના કરાય છે, તેથી દર્શન કરનારના દિલમાં દેવની વીતરાગતાનો નિર્ણય થાય છે; તેથી વીતરાગ બનવાની પ્રેરણા મળે છે. આ બધું નિશ્ચયથી નહિ ઘટે, વ્યવહારથી જ સંગત થશે. એમ વ્યવહારને ઉપકારી બનાવનાર કુંદકુંદાચાર્ય વ્યવહારમૂઢ નહિ અને શ્રી યશોવિજયજી મ0 ને વ્યવહારમૂઢ કહેવા છે ! કેવી ઘેલછા !
હજી આગળ એમના જ તરફથી વ્યવહારનું સમર્થન જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org