________________
૧૭૮
કક્ષાવાળો એ આચરતાં આચરતાં જ સાવઘ (સપા૫) મનોવૃત્તિથી છૂટી નિરવદ્ય (નિષ્પાપ) વૃત્તિવાળો બને છે.
(૧૬) કહે છે કે પુણ્ય પણ બેડી છે, મોક્ષરોધક છે, માટે ત્યાજય છે. પણ એને ખબર નથી લાગતી કે ખેતરમાં ઘઉં વાવ્યા, હવે જે પાક થશે તેમાં અંતે ગ્રાહ્ય તો માત્ર ઘઉંના દાણા છે, ઘાસ નહિ. ઘાસ તો અંતે કાપી નાખવું પડશે. હવે એ બીજમાંથી અંકુરો ફૂટતાં પ્રથમ તો ઘાસ ઉગવા માંડે છે, તો તે શું ત્યારે જ કાપી નાખવું ? ના, તો જેમ એ ઘાસ અકબંધ ઉગતું વધતું રહે તો એના પર દાણા ફૂટે, તેવી રીતે પુણ્ય ઉગતું-વધતું રહે તો એની અનુકૂળતા ઉપર દર્શન-જ્ઞાનચારિત્રની સાધના શક્ય બને; અને જેવી રીતે દાણા પક્વ થયા લણીને, ઘાસ દૂર કરી દાણાનો ઉપભોગ કરાય છે, તેમ દર્શનાદિ પક્વ ક્ષાયિકભાવના થયા બાદ પુણ્ય પડતું મૂકી મોક્ષમાં એ ક્ષાયિક જ્ઞાનાદિનો ઉપભોગ કરાય છે. નહિતર તો, જો એમ જ કહો કે જે અંતે ત્યાજય છે, તે પહેલાં પણ ત્યાજ્ય હોય, તો તો તમારી માનેલી દ્રવ્યદૃષ્ટિની વિચારણા, શુદ્ધ આત્મ-પર્યાયની વિચારણા, નિશ્ચય ધર્મની સાધના-ઇત્યાદિ બધુંય અંતે ત્યાજ્ય છે. મોક્ષાવસ્થામાં કાંઈ એ આદરણીય નથી. તો પછી શું એને અત્યારથી છોડી દેવા ? શું અત્યારેય એને ન આદરવા ? તો એને જેમ આદરો છો, તેમ પુણ્યમાર્ગને કઈ અક્કલથી છોડો છો ?
(૧૭) પેટમાં કચરો ભરાઈ ગયા પછી ડાહ્યો માણસ અંદર બીજું નાખવાનું બંધ કરે છે, પણ એરંડલ તેલ ખાસું ૪૫ તોલા પી જાય છે. કેમ વારુ કચરા પર વધારો ? “પાછો એ વધારાને કોણ કાઢશે ? એ ય કાઢવાનો તો છે જ; - એવી ચિંતા નથી કરવી પડતી. કેમ કે એ દિવેલ કચરાને સાફ બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org