SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ આ સુંદર વ્યવહારમાર્ગ કેવળ આત્મકલ્યાણના ઉદ્દેશથી આદરતો આત્મા જરૂ૨ સમ્યગ્દર્શન નિર્મળ કરતો જાય છે. સારાસારનો જ્ઞાતા બને છે; તે તત્ત્વપાક્ષિક થાય છે. તેથી સુંદર પ્રગતિ સાધે છે. પરંતુ આવા આત્મતારક વ્યવહારથી રીસાયેલા નવીન મતીનું શું ? ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણ ભાવગત લક્ષણો મુખ્યત્વે સંસારના વિવિધ ભાવો તરફ ભાવશ્રાવકનું હૈયું કેવું કેવું હોય છે તે સૂચવે છે. એના સત્તર ભેદ આ મુજબ છે - (૧) સ્ત્રી એટલે કે કામપાત્રને એ અનર્થની ખાણ, ચંચળ અને નરકની વાટ સમાન સમજે છે. (૨) ઇન્દ્રિયોરૂપ જંગલી ઘોડા ઉપર જ્ઞાનની લગામથી અંકુશ મૂકે છે. (૩) ધનને અનર્થ ક્લેશકા૨ી માની એમાં સહેજ પણ લપટાતો નથી. (૪) સંસારને દુ:ખમય, દુઃખલક, દુઃખપરંપરાદાયી અને વિટંબણારૂપ સમજી એના પ્રત્યે ઉદ્વેગ ધરે છે. (૫) વિષયો પર વિષની જેમ ભય અને અરુચિ રાખે છે. (૬) સાધુના નિરારંભ-નિષ્પાપ જીવનને વખાણતો, તીવ્ર આરંભો ત્યજે અને અશક્ય આરંભોને અનિચ્છાએ કરે. (૭) ગૃહવાસને પારધીનો પાશ (ફાંસો) સમજી ચારિત્રમોહ તોડવા મથે. (૮) આસ્તિક્યાદિભાવ અને પ્રશંસાદિ વડે દેવ-ગુરુની પ્રભાવના કરી સમ્યક્ત્વ નિર્મળ કરે. (૯) લોકહેરી ત્યજે. (૧૦) પરલોકસાધનામાં જિનાગમને જ પ્રમાણ માની વર્તે. (૧૧) શક્તિ ગોપવ્યા વિના દાનાદિ ચાર ધર્મને સેવે. (૧૨) મુઢ જીવોની મશ્કરીને અવગણી ચિંતામણિ સમાન નિવદ્ય (નિષ્પાપ) આત્મહિતકર ધર્મ સાધે. (૧૩) ધન-સ્વજન-ઘર વગેરેમાં ઉદાસીન ભાવે રહે. (૧૪) ઉપશમપ્રધાન વિચારણા રાખતો દુરાગ્રહમાં ન ફસાય. (૧૫) લક્ષ્મી વગેરે સર્વ પદાર્થોની ક્ષણભંગુરતા સત્ત ચિંતવી મમત્વ ત્યજે. (૧૬) ભોગોથી કદી તૃપ્તિ નથી થવાની એમ માની, સેવવા પડે તે માત્ર બીજાના હિસાબે સેવે. (૧૭) Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy