________________
૧૮૬
જો ઇતો હતો; પણ ઇષ્ટમાં રાગજ, અનિષ્ટમાં દ્વેષજ એવું નિયતજ કેમ ?
(૫૯) રાગદ્વેષથી દુર્ગતિના ભવ વધી દુર્ગતિના શરીર કેમ બન્યા કરે છે ?
(૬૦) “સખ્યત્વ સુધા” ગ્રંથમાં લખ્યું છે કે ક્યાંક જેવું ઉપાદાન તેવું નિમિત્ત હોય છે; ત્યાં ઉત્કૃષ્ટ શુભ-અશુભનો બંધ પડે છે. ક્યાંક નિમિત્ત બીજા પ્રકારનું હોય, ત્યાં ફળ ઉપાદાન પ્રમાણે થાય છે. માટે વિવેકી મનુષ્ય પરભવના સુખ અંગે નિમિત્ત તો સારું જ મેળવવું અને ઉપાદાન સદાય સારું રાખવું. સારા નિમિત્તથી પરંપરાએ ઉપાદાન પણ શુભ થઈ જાય છે અને ખરાબ નિમિત્તથી ઉપાદાન પણ ખરાબ થઈ જાય છે. એમ પ્રત્યક્ષ દેખીયે છીએ કે સારા કુળમાં ઉત્પન્ન થયેલ કુળવાન જીવ નિમિત્તથી ચોર, જુગારી, દુરાચારી, કુલક્ષણો - એમ ખરાબ થતો દેખીયે છીએ; અને સામાન્ય કુળનો જીવ સારી સંગતિથી ઊંચ થઈ સારો અને સુખી થતો દેખીયે છીએ. માટે નિમિત્ત સદાય વિવેકી જીવે સારાં રાખવાના ઉપાય કરવા યોગ્ય છે. નિમિત્તથી ઉપાદાનની શુદ્ધતા થાય છે. જેમ કે, અગ્નિના નિમિત્તથી સુવર્ણના ઉપાદાનની શુદ્ધતા થાય છે; અને ત્રાંબુ આદિ કનિમિત્તથી સુવર્ણના ઉપાદાનની મલિનતા થાય છે. કોઈ જગ્યાએ નિમિત્તની પ્રધાનતા હોય છે. તો કોઈ જગ્યાએ ઉપાદાનની પ્રધાનતા હોય છે. તો એકાંતને ગ્રહણ ન કરવું તે સમ્યજ્ઞાન છે.
(૬૧) જીવમાં રાગાદિની મલિનતા સ્વાભાવિક છે કે ઔપાધિક (સનિમિત્તક) ? જો સ્વાભાવિક કહો તો તો તે જીવમાંથી કદાપિ દૂર ન થાય, તેથી મોક્ષ જ ન થાય. ત્યારે જો એ રાગાદિની દશા ઔપાધિક છે; તો એ કહો કે કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org