________________
( ૧૮૫
(૫૪) સ્વભાવે કર્મ ઉદયમાં આવવાને બદલે કર્મની ઉદીરણા કોણ કરે છે ? જીવ. એનો જ અર્થ એ કે પરદ્રવ્ય કર્મ પર જીવનું ચાલે છે. તેમ પરદ્રવ્ય જીવ ઉપર કર્મનુંય ચાલે છે; તેથી તો કમેં જીવને અજ્ઞાન, સંસારી, શરીરી વગેરે બનાવ્યો છે.
(૫૫) શ્રી આદિનાથ ચારિત્રમાં દિગંબરો કહે છે કે પ્રભુને ૮૩ લાખ પૂર્વ સુધી ચારિત્રના પરિણામ ન થયા. પછી ઈન્દ્ર મોકલેલી નિલાંજના દેવી નૃત્ય કરતાં વચમાં જ મરી ત્યાં ઇન્દ્ર તરત જ બીજી દેવી રચી નૃત્ય ચાલુ રખાવ્યું. પણ પ્રભુ અવધિજ્ઞાનથી આ જાણી “અહો ધિક્કાર છે આ ચપલ સંસારને' એમ વૈરાગ્ય વધવાથી ચારિત્ર પરિણામવાળા બન્યા - આ જે કહ્યું તેમાં નિમિત્તને સચોટ કારણ કહ્યું કે નહિ ? આત્મા પર પરદ્રવ્યની અસર પડી કે નહિ ?
(પ૬) લોઢું સુવર્ણ થવાનું ઉપાદાન છે, પણ પારસમણિનો યોગ કરાય તો. એ સૂચવે છે નિમિત્તકારણતા અને વ્યવહાર.
(૫૭) ઇન્દ્રિયપ્રવૃત્તિમાં મન કારણ છે એ પરદ્રવ્ય પરાધીનતા આવી.
(૫૮) અજ્ઞાની જીવને ઇષ્ટ વસ્તુના સંસર્ગથી રાગના અને અનિષ્ટના સમાગમથી દ્વેષના વિકલ્પ થાય છે, ત્યાં જીવદ્રવ્ય સ્વતંત્ર ન રહ્યું, પણ પરદ્રવ્યની અસર તળે ઘસડાયું. માટે જ અંદરની ગમે તેવી ખામી છતાં, ઈષ્ટ દ્રવ્યના સંયોગે દ્વેષ ન થયો, અનિષ્ટમાં રાગ ન થયો. જો એકલી આંતરિક વિભાવદશા જ કારણ હોત તો તો રાગ-દ્વેષ બંનેય અંદરમાં પડેલા હોવાથી બેઉ થવા જોઇતા હતા, અગર રાગ કે દ્વેષ ગમે તે થવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org