________________
(૧૮૭
ઉપાધિના લીધે, કયા નિમિત્તના લીધે રાગાદિ દશા છે એ કહો. ત્યાં તે માટે કર્મરૂપી પરદ્રવ્ય લાવવું જ પડશે. નહિતર વેદાંતીને જેમ એક જ શુદ્ધ બ્રહ્મ (આત્મા) ઉપર સ્વપ્નસમ અનેક જીવાત્મા અને જગત કલ્પી કાઢવા માટે કાલ્પનિક (અપારમાર્થિક) અને અનિર્વચનીય એવી અવિદ્યા-માયાનો યોગ માનવો પડે છે, તેવું તમારે થશે. એને ત્યાં એક બ્રહ્મ જ વસ્તુ સત્ છે. બાકી કશું જ સત્ નહિ. એટલે અનેક જીવાત્માઓ તથા જગત તો સત્ નહિ કિંતુ અવિદ્યા-માયા વગેરે પણ સત્ નહિ. છતાં એના યોગે બ્રહ્મનો સંસાર માન્યો. એનો અર્થ એ થશે કે જે વસ્તુ પોતે જ સત્ નથી, એનોય જો યોગ માનવો છે, તો તે યોગ હંમેશનો અર્થાત્ અનાદિ અનંત બનશે. યોગ છે છે ને છે જ; અને જો ભવિષ્યમાં ક્યારેક નથી, તો હંમેશાં નથી નથી ને નથી. કારણ એક જ છે કે આકાશ-કુસુમની જેમ જે વસ્તુ સત્ નથી તેનું હોવું શું, ને દૂર થવું શું? એવું તમારે જીવની રાગાદિ વિભાવ-દશા કર્મ ઉપાધિના સંબંધે છે નહિ; તો સ્વતંત્ર માનેલી રાગાદિ વિભાવદશા કાં તો સદા હોય, કાં હોય જ નહિ. સદા હોય તો કદી મોક્ષ જ નહિ થાય; અને જો વાસ્તવિક હોય જ નહિ, તો સંસાર પણ ન જ હોઈ શકે. જો વિભાવદશા કલ્પિત વસ્તુ છે તો સંસાર પણ તેવો જ ઠરશે. માટે સત્ એવો સંસાર અને રાગાદિદશા સત્ એવા કર્મદ્રવ્યની ઉપાધિના લીધે છે એમ માનવાથી કર્મ ટળવાથી એ ટળી જાય ને મોક્ષ થાય એ સ્વાભાવિક છે.
(૬૨) કોઈનો રેલવે વગેરેમાં હાથ-પગ કપાયો તો હાથ-પગના દ્રવ્ય પર રેલવે આદિ દ્રવ્યની અસર થઈ કે નહિ? કપાવાના કાર્યમાં રેલવે વગેરે નિમિત્ત થયા કે નહિ ?
(૬૩) જીવ મનુષ્ય મટીને દેવ થાય એમાં જીવનો થતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org