________________
૧૮૮
દેવપરિણામમાં પૂર્વના મનુષ્ય-આયુનો ક્ષય અને નવા દેવાયુનો ઉદય અસાધારણ નિમિત્ત ખરું કે નહિ ? એ જ નિમિત્તની કારણતા અને પુણ્યની બલિહારી ! આત્માની જડદ્રવ્ય પર અસર જો નહિ, તો ચોક્કસ પ્રકારના કર્મનું સર્જન શી રીતે ? કર્મબંધ શાશ્વત કેમ નહિ ?
(૬૪) રાગાદિની પરિણતિથી જીવની વિષયભોગમાં પ્રવૃત્તિ ખરી ? જો હા તો બાહ્ય શારીરિક વિષયસંબંધરૂપ કાર્યમાં આત્મા નિમિત્તકારણ બન્યો જ.
(૬૫) બુદ્ધિમાન કારીગરથી પુદ્ગલ વધુ સારું નિર્માણ થાય ખરું ? તો એમાં બુદ્ધિમાન જીવની અસર જડદ્રવ્ય પર ન થઈ ?
ખાવાની ક્રિયા કોણ કરે છે ? જો કહો કે શરીર, તો એ ક્રિયા મડદું કેમ નથી કરતું ? જો કહો કે ચેતનાવાળું શરીર એ ક્રિયાને કરે છે, તો ચેતનાની જરૂર ક્રિયામાં પડી કે નહિ? જો કહો કે એ તો અવર્જનીય સંનિધિ છે; અર્થાત્ દુર્નિવાર હાજરી છે, પણ એ કારણ નથી, તો પૂર્વે કહ્યા મુજબ એ વદતો વ્યાઘાત” છે. જેમ, કોઈ કહે કે આ સ્ત્રીએ મને જન્મ આપ્યો છે પણ એ મારી માતા નથી.
(૬૬) નિમિત્તની જરૂર ન હોય તો, તો તમારું તત્ત્વ, અજ્ઞાન જીવોને સમજાવવા તમે મહેનત શા સારુ કરો છો ? શું એની ભવિતવ્યતાથી એ નહિ સમજે ? પણ ત્યાં તો તમને આશા છે કે સમજાવવાથી સમજશે, પછી નિમિત્તકારણ ઉડાવવાની આવી ભાંજગડ શા માટે ?
(૬૭) કાળ એ નિમિત્તકારણ ખરું કે નહિ ? જ્યારે જે પર્યાય થવાનો નિર્ણત છે ત્યારે જ તે થાય છે, ત્યારે તે થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org