________________
-
-
-
-
૯૯
એ સમજીને તો ત્યાં આજ સુધી વ્યવસ્થિત કાર્યક્રમ સાથે ભાષણો, વાર્તાલાપો, અને પુસ્તકોના પ્રકાશનરૂપી ધૂમ બાહ્ય વ્યવહાર ચાલ્યા કરે છે. એથી બન્યું એવું કે જે જે વ્યવહાર એ ચલાવે છે તેની તેની તો આંતરિક અસર થાય છે; અને જે તપ-ત્યાગ-સામાયિકાદિનો વ્યવહાર મૂકાવી દીધો, એની અસર દિલમાં નથી દેખાતી. અર્થાત બાહ્યથી ઉપવાસ વગેરે તપ નથી, તો અંતરથી આહાર પ્રત્યે અંશે પણ અનાસંગ-ભાવ નથી. બહારથી વિગઈઓ વગેરેનો ત્યાગ નથી, તો અંદરખાને રસથી અળગાપણું નથી.
અનાદિના કુસંસ્કાર સામે યુદ્ધ કરવા વ્યવહાર :
પ્ર0 - તો શું બધા બાહ્ય ત્યાગી તપસ્વી અંતરથી અલિપ્ત અનાસક્ત બને છે ?
ઉ0:– જે તેવી ધગશવાળા હોય તે જરૂરી બને છે. સર્વથા નહિ તોય અંશે પણ અનાસક્ત અવશ્ય બને છે; પણ તે ઠીક ઠીક અભ્યાસ પછી. કેમકે એમાં અંતરમાં મલિન વૃત્તિઓ અને કુવાસનાઓ સાથે લાંબી લડાઈ કરવી પડે છે. પણ ધ્યાનમાં રાખો કે લડાઈ કરવાનો અવકાશ બાહ્યથી પણ ત્યાગ તપ કરનારાને છે; પણ નહિ કે માત્ર ભેદજ્ઞાન અને ભાવશુદ્ધિના ઢોંગ આચરી એવા શુભ વ્યવહાર છોડીને રસકસ અને ઇચ્છાનુસાર ખાનાર-ભોગવનારાને. ત્યારે અનાદિની મલિન વૃત્તિઓ એમ કાંઈ મટે એમ નથી. દિવસો, મહિના, અને વરસો સુધી એવો કડક અભ્યાસ રહે, કે બહારથી સહેજ દષ્ટિ માત્ર પણ પરસ્ત્રી તરફ ન જાય, તો અંતરના મલિન સંસ્કારોનો પરાજય અને સુસંસ્કારોનો જન્મ થાય છે. શુભ વ્યવહાર ન આચરે પણ એના બદલે અશુભ વ્યવહાર ચાલુ રાખે, જ્યાં ત્યાં સ્ત્રીઓ સામે નજરો નાખ્યા કરે, એકાંતમાં મળ્યા કરે, વાતો કર્યા કરે, સિનેમાચિત્રો જોયા કરે તો અંતરમાં પવિત્રતાના શા સંસ્કાર પડે ? અલબત એવું બને છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org