________________
૯૮
ચારિત્ર પમાડનારી આંતરિક રાગ-દ્વેષાદિનાશક શુભ ભાવનાઓનો વ્યવહાર કેળવવા બાહ્ય નિર્ગન્ધ-વ્યવહારની જરૂર નથી પડતી ? એ બાહ્ય વ્યવહાર શું આંતરિક શુભ વ્યવહારની પ્રેરક નથી બનતી ?
બાહ્ય વ્યવહારના અભ્યાસથી આંતરિક વ્યવહાર અને નિશ્ચય બનવાના દાખલા :- જગતમાં બધે દેખાય છે કે બાહ્ય વ્યવહારના ખૂબ અભ્યાસથી આંતરિક વ્યવહાર કેળવાય છે; અને એ પછી નિશ્ચય વસ્તુ પ્રાપ્ત થાય છે. છોકરા પાસે કમને પણ નિશાળે વારંવાર જવાનો બાહ્ય વ્યવહાર આચરાવાય છે. તે પછી એને અંતરમાં ભણવા અંગેના વ્યવહાર જાગે છે; અને વિદ્યાની લગની લાગે છે. તે પછી વિદ્યા મગજમાં રમવા માંડે છે. નવા કારીગરને ભૂલભર્યા કેટલાય બાહ્ય અભ્યાસ થયા પછી આંતરિક વ્યવસ્થિત કળા પ્રાપ્ત થાય છે. મિત્રો પહેલા બાહ્યથી સારી રીતે પરસ્પર મળવા સત્કારવાનું અને સુખદુઃખમાં ભાગ પાડવાનું કરે છે, ત્યારે આંતરિક મિત્રતાનો વ્યવહાર બને છે. પછી સાચો મિત્રતાનો સંબંધ હ્રદયમાં જામીને સ્થિર બને છે. બસ, આ રીતે મલિન આશય વિના કરેલા બાહ્ય શુભ વ્યવહારોનો અભ્યાસ વધવાથી આંતરિક શુદ્ધ વ્યવહાર પ્રાપ્ત થાય છે. એના અભ્યાસથી શુદ્ધ નિશ્ચયનયની વસ્તુ પ્રાપ્ત થાય છે. માત્ર એમાં ધ્યેય શુદ્ધ જોઈએ. ધ્યેયશુદ્ધિ માટે તદ્દન નવા આગન્તુકને પણ મનમાં એટલું હોય કે આ કંઈક લાભની વાત કરે છે, લાવ સાંભળવા દે; અને સંભળાવનાર હોશિયારીથી એ અજ્ઞાન શ્રોતાના મનમાં આત્મા અને આત્મહિતની વાત સરળતાથી સમજાવી દેવાનું કરે, તો તે શ્રવણનો વ્યવહાર શ્રોતાને લાભદાયી થાય છે, એવો અનુભવ ઘણો મળે છે. ખુદ નૂતન મતવાળાના આશ્રમમાં માત્ર કૌતુકથી ગયેલા કેટલાકો પણ ત્યાંના ભાષણોને સાંભળવાના બાહ્ય વ્યવહારમાં પડ્યા તો અંતરમાં સળવળાટ થયો. એ તરફ મન પીગળ્યા; અને શ્રદ્ધા ત્યાંની થઈ. આ સૂચવે છે કે બાહ્ય વ્યવહારની અસ૨ મોટી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org