________________
XXXII
‘ધર્મસંગ્રહ’ શાસ્ત્રમાં સમ્યકત્વના નિશ્ચય-વ્યવહાર ભેદ બતાવતાં કહ્યું, “નિશ્ચયથી સમ્યકત્વ જ્ઞાનાદિમય આત્મા છે. વ્યવહારથી તે સમ્યકત્વના હેતુઓથી છે. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનાદિમય એટલે તો ભાવચારિત્રરૂપ જ સમ્યકત્વ થયું તેનું કેમ ? એનો ઉત્તર એ છે કે વાત બરાબર છે. નિશ્ચયનય સદ્ આચરણાવાળી શ્રદ્ધાને જ સમ્યકત્વ માને છે. તેથી તે ૭ મે ગુણઠાણે આવવાનું કહે છે. ચારિત્ર એ કાર્ય, અને સમ્યકૂશ્રદ્ધા એ કારણ-એવો ભેદ છતાં નિશ્ચયનય ક્રિયાસહિતને જ અને ક્રિયાકાલેજ કારણ માને છે. તેથી કારણ કાર્યરૂપ બને છે. તે હિસાબે સમ્યગ્દર્શન ભાવ ચારિત્ર સ્વરૂપ થાય છે. શ્રેણિકાદિને ક્ષાયિક સમ્યકત્વ હોવા છતાં આવું નિશ્ચયનયનું સમ્યગ્દર્શન ન હોવામાં સિદ્ધાન્ત દોષ નથી.
ભગવાન શ્રી આચારાંગ સૂત્ર ‘નં સમ્મતિ પાસા તે મોળું તિ પાસા...' વગે૨ે પણ એજ કહે છે કે “જે સમ્યગ્દર્શન છે તેજ ‘મૌન’=મુનિપણું (ચારિત્ર) છે, જે મુનિપણું છે, તે જ સમ્યગ્દર્શન છે. તે ઈન્દ્રિયાસક્ત, કુટુંબ-મમત્વી વગેરે ગૃહસ્થથી શક્ય નથી.” અહીં કારકસમ્યક્ત્વ અને નિશ્ચય સમ્યક્ત્વ બંને (ક્રિયાકાર્ય) લક્ષી હોવાથી એકરૂપ નહિ બને ? એવા પ્રશ્નના ઉત્તરમાં ગ્રંથકારે કહ્યું કે “ના, વિશેષણોથી બંને જુદા છે. ‘યિોપહિતત્વ કાર્યસહિતપણું'! એ કારકનું વિશેષણ છે; ને ‘જ્ઞાનામિયત્ન’-જ્ઞાનચારિત્રરૂપતા' એ નિશ્ચય સમક્તિનું વિશેષણ છે.’’ આ અશુદ્ધ નિશ્ચયનયની વાત થઈ. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ શાસ્ત્રે કહ્યું કે ગયા સમાજ્ઞા—આત્મા જ સામાયિક છે.
સમર્થ શાસ્ત્રકાર આચાર્ય પુંગવ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે ‘વિંશતિવિંશિકા’ માં કહ્યું કે “અથવા સૂત્રમાં સુંદર રૂપે વર્ણવાયેલ નિશ્ચય સમ્યક્ત્વમાં શમસંવેગાદિનો નિયોગ જાણવો. અથવા, ‘જ્ઞાનાદિમય’ લક્ષણ ભિન્ન ભિન્ન નયથી આ પ્રમાણે જાણવું. જ્ઞાનપ્રધાન નયના અભિપ્રાયે વિશિષ્ટ જ્ઞાનદશા એ નિ સમ્યક્ત્વ. ચારિત્રપ્રધાન નયે ભાવચારિત્ર એ નિ સમ્યક્ત્વ; ઇત્યાદિ.
અથવા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી કહે છે કે ‘આત્મવ વર્શનજ્ઞાનચારિત્રાળથવા યતેઃ !' આત્મા એજ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org