________________
શ્રી વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જગચંદ્રસૂરીશ્વર ગુરુભ્યો નમ:
શ્રી શત્રુંજય તિર્થાધિરાજાધિપતિ શ્રી આદિનાથાય નમ: વર્તમાન શાસનાધિપતિ શ્રી વર્ધમાન સ્વામિને નમઃ
ય (બીજી આવૃત્તિનું)
વર્ધમાન ૧૦૮ આયંબિલ ઓળીના આરાધક, શ્રી સંઘહિતચિંતક પૂજયપાદ પરમોપકારી ગુરુદેવ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. શ્રીએ પોતે જ્યારે મુનિરાજશ્રી ભાનુવિજયજી ગણિવર હતા ત્યારે વિક્રમ સંવત ૨૦૧૨ માં “નિશ્ચય-વ્યવહાર અને આત્માની ઉન્નતિ-અવનતિનો ઈતિહાસ' નામની પુસ્તિકા લખેલી. એ વખતે એનું પ્રકાશન ખૂબ જ ઉપયોગી અને અનિવાર્ય હતું. વિ.સં. ૨૦૬૧ ચૈત્ર વદ ૧૩ (એ પૂજ્યોની વાર્ષિક તિથિ) ના રોજ ઈર્ષાશ્રી સંઘ ઉપાશ્રયમાં ગુણાનુવાદસભામાં એ તારકના આ પુસ્તક દ્વારા થયેલા અમાપ ઉપકારો યાદ આવી ગયા. આજના કાળમાં આ પુસ્તકની તે વખત કરતાં પણ અધિક જરૂર છે એવું જણાયું. શ્રદ્ધાળુ શ્રાવક-શ્રાવિકાઓએ પાંચસો નકલનો આર્થિક લાભ હોંશથી સ્વીકાર્યો અને આ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ. આ પ્રકાશનમાં સિદ્ધાંતદિવાકર સર્વાધિક શ્રમણ સાર્થવાહ પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા., સંયમૈકલક્ષી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જગન્સંદ્રસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મ. સા. ના ખૂબ આશીર્વાદ મળ્યા છે, તો મારા સંસારી બન્યું અને ગુરુ બન્યુ પૂ. પં. શ્રી ભુવનસુંદરવિજયજી મ. નો ખૂબ સુંદર સહકાર મળ્યો છે. એ સૌને ઋણી છું. પ્રાન્ત પુસ્તકના પઠન પાઠન દ્વારા ભવ્ય જીવો નિશ્ચય-વ્યવહાર અને ધર્મની પોતપોતાના સ્થાને ઉપયોગિતા બરાબર સમજી સમ્યગ્ધર્મ આરાધનામાં આગળ વધો એ જ શુભાભિલાષા ! પ્રથમ આવૃત્તિમાં લખાયેલ નૂતન મતવાદીના નામ આ આવૃત્તિમાં વારંવાર લખવામાંથી રદ કરેલ છે. અવિધિ આશાતનાનું મિચ્છા મિ દુક્કડમ્.
ઘાટકોપર (પૂર્વ) વિ. સં. ૨૦૬૨, જ્ઞાનપંચમી - પં. ગુણસુંદરવિજયજી ગણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org