________________
તો થયાં છે; પણ સાક્ષાત્ પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વકથિત કાર્ય, પરદ્રવ્યનું આલંબન છોડવારૂપી અણુવ્રત-મહાવ્રતનું ગ્રહણ, સમિતિગુણિ, શાસ્ત્રોનો અભ્યાસ કરવો, વગેરે વ્યવહારમાર્ગમાં પ્રવર્તવું. પ્રવર્તાવવું એવો વ્યવહારનયનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. વ્યવહારનયને અસત્યાર્થ કહેવામાં આવે છે, પણ જો કોઈ અસત્યાર્થ જાણી છોડી દે, તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડે, અને શુદ્ધોપયોગની સાક્ષાત પ્રાપ્તિ તો થઈ નથી, તો તેથી ઉલટો અશુભપયોગમાં આવી ભ્રષ્ટ થઈ ગમે તેમ સ્વેચ્છારૂપે પ્રવર્તે તો નરક નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. માટે શુદ્ધનયનો વિષય જે સાક્ષાત શુદ્ધ આત્મા, તેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે. એવો સ્વાદુવાદ મતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે.”
અહીં સોળ સોળ વાલ શુદ્ધ સોનું, અને અશુદ્ધ સોનું, આ બેના સુંદર દૃષ્ટાંતથી નિશ્ચય-વ્યવહારની યોજના ફરી બતાવી. યોજના કેટલી સરસ ! સોળે વાલ શુદ્ધ સોનાને, હવે પંદર વાલ જેટલી શુદ્ધિ સુધીના સોના પર કરવા યોગ્ય, શોધનક્રિયાની જરૂર નથી. પણ જે સોનું ઠેઠ પોણીસોળ આની શુદ્ધતા સુધી આવ્યું હોય તેમાંય હજી અશુદ્ધિ છે. તો એ બાકી રહેલી અશુદ્ધિ ટાળવા માટે શોધન-ક્રિયાની જરૂર છે. (ક્રિયા એ વ્યવહાર છે.) એ જ પ્રમાણે આત્માને જ્યાં સુધી સર્વથા શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ અને અશુદ્ધ ભાવ ઊભો છે, ત્યાં સુધી અશુદ્ધ નયના ઉપદેશાનુસાર પ્રવર્તવું જ પડશે એ ઉપદેશ જિનવચનશ્રવણ, જિનબિંબદર્શન, દેવગુરુ ભક્તિ, વ્રતગ્રહણ, સમિતિ-સ્વાધ્યાયાદિ આચાર, વગેરે વ્યવહાર-માર્ગનો રહેવાનો; તેથી એ માર્ગ આદરવાની જરૂર રહેશે જ. અહીં પ્રશ્ન સરસ કર્યો કે “વ્યવહારનય તો અસત્યાર્થ છે ને ?' તેમજ એનો ઉત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org